બ્રેકીંગ ન્યુઝમારું ગામ મારાં ન્યુઝ

માંગરોળ પંથકમાં ભેંસ ચોરી કરતી ગેંગનો આતંક: બે પશુ ધનની ચોરી ની ફરિયાદ નોંધાય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નલિનકુમાર

માંગરોળ પંથકમાં ભેંસ ચોરી કરતી ગેંગનો આતંક પીપોદરા ગામે રાત્રી દરમિયાન બે ભેંસની ચોરી: 

-અગાઉ વેરાકુઈ ગામેથી 3 ભેંસની ચોરી થઈ હતી. પશુપાલકોનાં ઉજાગરા વધ્યા..!

માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામે તબેલામાંથી ૨ ભેંસની ચોરી થઈ જતા ચકચાર મચી જવા પામી છે.પીપોદરા ગામે પટેલ ફળિયામાં રહેતા રાજેશભાઈ કાંતિલાલભાઈ પટેલ (ઉ.વ.૫૦) પશુપાલન કરે છે.સવારના સમયે તબેલામાં બાંધેલા ૪ ભેંસો પૈકીની ૨ ભેંસો નહિ દેખાતા આજુબાજુ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ પત્તો લાગ્યો ન હતો, તબેલામાં લગાવેલા સીસીટીવીની ફૂટેજ ચેક કરતાં ત્રણ અજાણ્યા ઈસમો ૨ ભેંસો છોડીને લઈ જતા નજરે પડ્યાં હતાં, જેથી ભેંસ ચોરી થઈ ગઈ હોવાનું માલૂમ પડતાં રાજેશભાઈ પટેલે ત્રણ અજાણ્યા ચોર વિરુદ્ધ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રૂ.૧,૫૦,૦૦૦ ની કિંમતની ૨ ભેંસ ચોરી થઈ જતા પશુપાલકને ભારે આઘાત લાગ્યો હતો અને પશુપાલન કરતા લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है