મારું ગામ મારાં ન્યુઝ

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા તથા કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ ગુજરાત સરકાર દ્વારા કૌશલ્ય વર્ધન તાલીમ યોજાઇ:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

સાગબારા ના ડાબકા ખાતે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા તથા કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ ગુજરાત સરકાર ના સંયુક્ત ઉપક્રમે  કૌશલ્ય વર્ધન તાલીમ યોજાઇ;   

નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના ડાબકા ખાતે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) તથા કુટીર અને ગ્રામઉધોગ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં રેહતા લોકોમાં છુપી કલાઓને વિક્સાવવા માટે તેમજ વાંસકામ ના કારીગરો માટે કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્રમ ની (Domain Training) નું આયોજન કરવામમાં આવ્યું હતું. જેમાં હસ્તકલાનું કામ કરતા કારીગરોને પડતી તકલીફો દુર કરી તેઓના ધંધાનાં વિકાસ માટે જરૂરી તાલીમ આપી તેમના ધંધાને લગતી કામગીરી તરીકે ના ઓળખકાર્ડ આપવા તથા તેઓને સરકારી સહાય સાથે જોડવા માટે ઉદ્દેશ્ય સાથે હસ્તકલા યોજના તૈયાર કરવામાં આવે છે. આ અંતર્ગત યોજાયેલ (Domain Training) માં 30 જેટલા ભાઈ – બહેનોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત ડીસ્ટ્રીક લીડ મેનેજરશ્રી જીજ્ઞેશ પટેલ દ્વારા તથા ગામના સરપંચશ્રી, તેમજ એકલવ્ય ફાઉન્ડેશનના ડાયરેક્ટરશ્રી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા સહભાગીઓને માટે કૌશલ્ય વર્ધન તાલીમ આપી તેઓને વાંસની નવી બનાવટો શીખવવામાં આવી અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું, તેમજ એક સફળ ઉધોગસાહસિક કઈ રીતે બની શકાય તેની ઉંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है