મારું ગામ મારાં ન્યુઝ

નાદોદના બોરીદ્રા ગામની શાળાના બાળકોને ચંપલનુ વિતરણ કરાયું: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નાદોદના બોરીદ્રા ગામની શાળાના બાળકોને ચંપલનુ વિતરણ કરાયું: 

ગામમાં પગરખાની પરબ પાદુકા સેવાભાવી મહેન્દ્ર પ્રજાપતિ દ્વારા ઉનાળાના ધગધગતા આકરાં તાપમાં રક્ષણ માટે ૩૦૦ જોડી ચંપલો વિતરણ કર્યા; 

નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના બોરીદ્રા ગામની પ્રાથમિક શાળાના જરૂરિયાતમંદ બાળકો સહિત ગામ લોકોને ઉનાળાની આકરાં તાપમાં ગરમીમાં રક્ષણ મળે તે માટે ચંપલોનુ વિતરણ કરવામાં આવ્યુ છે,

 

માગરોલ ગામના સેવાભાવી અને પગરખાની પરબ પાદુકાના દાતા મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા સેવાનું ઝરણું કાર્યક્રમ હેઠળ બોરિદ્રા ગામમાં ૩૦૦ જેટલી જોડી ચંપલો જરૂરિયાતમંદ બાળકો સહિત ગામ લોકોને મહેન્દ્રભાઈ પ્રજાપતિ તરફથી સેવાનું ઝરણું કાર્યક્રમ હેઠળ તમામ જરૂરિયાતોને ચપ્પલ વિતરણ કરવામાં આવેલ છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયે શૈક્ષણિક નવતર પ્રયોગ સાથે સેવા રૂપે શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીના આયોજનથી સરકારના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરીને બાળકોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યુ છે. હાલ ભર ઉનાળાના ધગધગતા આકરાં તાપમાં પડેલી રહેલી ગરમી અને પડતાં તાપની ઋતુમાં રક્ષણ મળે તે માટે બાળકો સહિત ગામ લોકોને ચપ્પલનું વિતરણ કરવામાં આવતાં લોકોમાં ખુશીની મહેકતા જોવા મળી હતી લોકો સેવક મહેન્દ્રભાઈ પ્રજાપતિના આ સરણિયા ગરીબોની સેવાતીર્થકાર્યની કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है