મારું ગામ મારાં ન્યુઝ

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ;

ડેડીયાપાડા તાલુકો સતત ત્રણ વર્ષથી ચેમ્પિયન રહ્યું છે;

નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમતની શરૂઆત જિલ્લા શિક્ષણ સમિતિ નર્મદાના અધ્યક્ષશ્રી શાંતાબેન વસાવાએ ટોસ ઉછાળી ને કરી હતી.

અને તા.૧૨,૨,૦૨૨ નાં રોજ મહિલાઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી, જેમાં પાંચ તાલુકાઓ જેમ કે દેડિયાપાડા, સાગબારા, તિલકવાડા, ગઢેશ્વર, અને નાંદોદ ની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી, ફાઇનલમાં ગરુડેશ્વર અને સાગબારા વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી,

 

 

 

જેમાં સાગબારા ની મહિલા ટીમ વિજેતા રહી હતી, અને આ મેચ શકુબેનની આગેવાનીમાં સાગબારા ની ટીમે સારું પ્રદર્શન કર્યું હતું, તારીખ ૧૩/૨/૨૦૨૨ ના દિવસે શિક્ષક ભાઈઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી, અને ફાઇનલમાં નાંદોદ અને ડેડીયાપાડા તાલુકા આવ્યા હતા. ડેડીયાપાડા તાલુકાના શિક્ષકોની ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ચેમ્પિયન બની હતી, ડેડીયાપાડા તાલુકો સતત ત્રણ વર્ષથી ચેમ્પિયન રહ્યું છે.

નર્મદા જિલ્લા સંઘ પ્રમુખ શ્રી સુરેશ ભગત, મંત્રીશ્રી ફતેસિંહભાઈ અને ટીમે શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી, નર્મદા જિલ્લામાં સૌપ્રથમ મહિલા શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માટે શિક્ષકોએ નર્મદા જિલ્લા સંઘના હોદ્દેદારો ને અભિનંદન પાઠવ્યા હતા, અને ટુર્નામેન્ટમાં માજી ધારાસભ્ય હર્ષદભાઇ તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નર્મદાએ હાજર રહીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है