મારું ગામ મારાં ન્યુઝ

નર્મદા જિલ્લામાં આજે વધુ ૧ પોઝિટીવ કેસ નોંધાતા જિલ્લાની સ્થિતિ સામાન્ય:

સુરત સિવીલ હોસ્પિટલમાં રિફર કરાયેલાં બે દરદીઓ સહીત રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં સહિત કુલ-૯ દર્દીઓને રજા!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

નર્મદા જિલ્લામાં આજે નવો વધુ ૧ પોઝિટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા ૯૦ થઇ
આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના કુલ ૩૭ દર્દીઓ કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨૯ સેમ્પલો પૈકી આજે ૧ સેમ્પલનો રિપોર્ટ પોઝિટીવ અને ૨૮ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા : આજે નવાં  ૨૯ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા,
જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૨,૫૩૫ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર  સર્વેક્ષણ : ૧૩૭ જેટલા જરૂરીયાતવાળા દરદીઓને અપાયેલી સારવાર

રાજપીપલા, બુધવાર:- COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧ લી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ સુરત સિવીલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લાના રિફર કરાયેલાં બે દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં ૭ દરદીઓ સહિત કુલ-૯ દરદીઓને આજે રજા આપવામાં આવી છે. નર્મદા જિલ્લામાં આજે નોંધાયેલ વધુ ૧ પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી કોરોના વાયરસના દરદીઓની સંખ્યા કુલ-૯૦ થવા પામી છે. જિલ્લામાં આજદિન સુધી સાજા થયેલા કુલ-૫૩ દરદીઓને રજા અપાતા આજની સ્થતિએ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે કુલ-૩૭ દરદીઓ સારવાર હેઠળ છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ ૨૯ સેમ્પલ પૈકી ૨૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટીવ આવેલ છે. જ્યારે ૧ સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યો છે, જેમાં રાજપીપલા શહેરી વિસ્તારના રાધાસ્વામી કંમ્પાઉન્ડની રહીશ ૮ વર્ષિય એક બાળકીનો સમાવેશ થાય છે આ બાળકીને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાઇ છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-૩૭ દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૨૯ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા.૧ લી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૨,૫૩૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૩ દરદીઓ, તાવના ૩૯ દરદીઓ, ડાયેરીયાના ૪૪ દરદીઓ સહિત કુલ -૧૩૭ જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮,૩૪,૪૨૭ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩,૪૪,૦૪૯ લોકોને વિતરણ કરાઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है