મારું ગામ મારાં ન્યુઝ

તાલુકા પંચાયત કચેરી ખાતે વય નિવૃત્ત થનાર પેટા વિભાગીય કચેરીના કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો:

ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે વય નિવૃત્ત થનાર પેટા વિભાગીય કચેરીના રોડ કારકુન સહિત એક રોજમદારનો વિદાય સમારોહ  યોજાયો; 

ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરી ના મિટિંગ હોલ ખાતે વયનિવૃત થનારા બે કર્મચારીઓનો વિદાય સભારંભ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલ ખાતે વયનિવૃત થનારા બે કર્મચારીઓનો વિદાય સભારંભ સી. એન.રોહિત ના.કા.ઇ. ડેડીયાપાડા ના પ્રમુખ પદે યોજવામાં આવ્યો હતો. પેટા વિભાગીય કચેરીમાં રોડ કારકુન તરીકે ફરજ બજાવતા રસીદભાઈ યાકુબભાઈ પટેલ આમુખ 2 અને 3 માં દર્શાવેલ ગુજરાત મૂલકી સેવા નિયમ તથા નાણા વિભાગના તા. 5/9/1988 ના ઠરાવમાં થયેલ જોગવાઈ અનુસાર 58 વર્ષ તારીખ 17/6/21ના રોજ પૂર્ણ થયા હોય તેમનો વિદાય સભારંભ યોજવામાં આવ્યો હતો.

રસીદભાઈ યાકુબભાઈ પટેલ ની સર્વિસ દરમ્યાન તેમની સેવાઓ અને સહ કર્મચારીઓ પ્રત્યેની વિચારસરણી અને કામ કરવાની ક્ષમતા ને આજે વિદાય સભારંભમાં બિરદાવવામાં આવી હતી. તેમની સેવાઓનો લાભ સાગબારા અને ડેડીયાપાડા તાલુકાની જનતાને ખૂબ સારી રીતે મળ્યો હતો. તેમની સેવાઓને બંને તાલુકાની જનતા હર હમેશા યાદ રાખશે. આજે આ વિદાય સભારંભમાં અન્ય એક રોજમદાર કર્મચારી એવા મુળજીભાઈ વસાવાને પણ વિદાય આપવામાં આવી હતી.

વિદાય સભારંભમાં ના.કા.ઇ.ડેડીયાપાડા એ સાલ ઓઢાવિને નાળિયેર આપી સન્માન સાથે રસીદ પટેલનું સન્માન કરવામાં આવ્યું  હતું. તેમજ અન્ય હાજર કર્મચારીઓ દ્વારા પણ સાલ,પુષ્પગુચ્છ સહિત નાળિયેર આપી વિદાય આપી બાકીની જિંદગી સારી રીતે વીતે તેવી શુભેચ્છાઓ પાઠવી વિદાય આપવામાં આવી હતી,  આ વિદાય સભારંભમાં ટી.ડી.ઓ. ડેડીયાપાડા સહિત નિખિલ રોય, સતીષ વસાવા અને સ્ટાફના મિત્રો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है