
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
આજ થી કરાયો તાપી જીલ્લામાં મનરેગા યોજના હેઠળ વનીકરણ ઝુંબેશ નો પ્રારંભ : ૨૮૬ ગ્રામ પંચાયતોમાં ૩ લાખ વૃક્ષોના વાવેતર નો લક્ષ્યાંક;
તાપી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાનાર વનીકરણ ઝુંબેશ દ્વારા ૨૮૬ ગ્રામ પંચાયતોમાં ૩ લાખ વૃક્ષોના વાવેતરનું આયોજન કરાયું;
વ્યારા-તાપી: રાજ્યમાં મહાત્મા ગાંધી નરેગા યોજના અને સામાજિક વનીકરણ વિભાગ અંતર્ગત તા. ૨૮ જુલાઇથી ૦૪ ઓગસ્ટ સુધી વનીકરણ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે તાપી જિલ્લામાં આજે કુલ-૨૮૬ ગ્રામ પંચાયત વિસ્તારમાં વનીકરણ ઝુંબેશ હેઠળ ૩ લાખ વૃક્ષોના વાવેતરનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેનો શુભારંભ ગ્રામ પંચાયત પનિયારીથી કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયા, ડી.ડી.ઓ ડૉ.દિનેશકુમાર કાપડિયા, નાયબ વન સંરક્ષક આનંદ કુમાર તથા સામાજિક વનીકરણ વિભાગ સુરતના દિનેશભાઇ રબારી વિશેષ હાજરી આપશે અને નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડૉ.જયરામભાઇ ગામીત, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ મોહનભાઇ કોંકણી, જિલ્લા પંચાયત ઉપ-પ્રમુખ અર્જુનભાઇ ચૌધરી,બાંધકામ અધ્યક્ષ નીતિનભાઈ ગામીત ઉપસ્થિત રહયા હતાં.
આ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં મનરેગા યોજના અને સામાજિક વનીકરણ વિભાગના સહયોગથી બ્લોક પ્લાન્ટેશન, બોર્ડર પ્લાન્ટેશન, નર્સરી, બાગાયતી, મીયાવાકી જેવી વિવિધ પધ્ધતિ દ્વારા ધનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.