મારું ગામ મારાં ન્યુઝ

ડાંગ દરબારના મેળા માટે આહવા ડેપોએ એક્સ્ટ્રા બસો દોડાવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહાલા

ડાંગ દરબારના મેળામાં અંતરિયાળ વિસ્તાર થી અવર જવર ની સગવડતા ના ભાગરૂપે  આહવા ડેપોએ એક્સ્ટ્રા બસો દોડાવી:

આહવા: ડાંગના ઐતિહાસિક અને ભાતિગળ લોકમેળાને માણવા, અને જાણવા આવતા પ્રજાજનો માટે, આહવાના એસ.ટી.ડેપો દ્વારા ખાસ વધારાના રુટોનુ સંચાલન થઈ રહ્યુ છે. 

એસ.ટી.ડેપો તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ દરબારના મેળામા પ્રતિવર્ષ ડાંગના ગામેગામથી પ્રજાજનો ઉમટી પડતા હોય છે. આ ઉપરાંત ડાંગ બહારના વિસ્તારોમાંથી પણ લોકો આ મેળાને મનભરીને માણવા માટે, આહવાના આંગણે ઉમટી પડે છે. 

આ સ્થિતિમા ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના પ્રજાજનોને સસ્તી, અને સલામત મુસાફરીનો લાભ મળી રહે તે માટે, ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડ્યાના માર્ગદર્શન હેઠળ, તથા વલસાડ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક શ્રી સંજય જોશીના વડપણ હેઠળ, આહવા એસ.ટી.ડેપો દ્વારા તેના ૪૦ રેગ્યુલર શિડયુલ (૨૨૫ ટ્રિપ) ઉપરાંત વધારાના ૮ શિડયુલ (૬૪ ટ્રિપ) મળી કુલ ૨૯૨ જેટલી ટ્રિપોનુ તા.૧૪ થી ૧૬ માર્ચ દરમિયાન સુચારુ સંચાલન કરીને, મુસાફર જનતાને સસ્તી અને સલામત સવારી પુરી પાડવામા આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है