
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાનો “જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા. ૩૦ એપ્રિલના રોજ યોજાશે:
પ્રજાજનો તા. ૨૦ એપ્રિલ સુધીમાં પ્રશ્નો મોકલી શકશે :
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને, ડાંગ જિલ્લાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યા થી શરૂ કરીને, લોકો તરફથી મળેલ ફરિયાદ પ્રશ્નોનું નિવારણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી ડાંગના અધ્યક્ષપણા હેઠળ, કલેકટર કચેરી, આહવાના સભાખંડમા “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજવામા આવનાર છે.
આથી જિલ્લાની જાહેર જનતાને પોતાની ફરિયાદ કે, સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના પ્રશ્નો ઓનલાઇન કે ઓફલાઇન સ્વીકારવામાં આવે છે. જેથી પોતાની ફરિયાદ – પ્રશ્નો ખાતા કચેરીને લગતાં હોઇ તે ખાતા કચેરીને બારોબાર તા.૨૦/૦૪/૨૦૨૬ સુધીમા મોકલી, તેની એક નકલ કલેકટરશ્રી, ડાંગને મોકલી આપવા જણાવાયુ છે. કલેકટર કચેરી ડાંગને લગતા પ્રશ્નો સિવાયના કોઇ પણ પ્રશ્ન, સીધા કલેકટર કચેરી ડાંગને મોકલવા નહી. ન્યાયની કોર્ટમા ચાલતા વિવાદ, મહેસુલી કોર્ટને લગતા પ્રશ્નો, સબ જયુડીશીયલ પ્રશ્નો, તથા નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમમા લક્ષમા લેવામા આવશે નહિ.
અરજદારએ એક જ પ્રશ્ન, સંપૂર્ણ વિગતોસહ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરોમા રજુ કરવાનો રહેશે. રજુ કરવામા આવનાર પ્રશ્નોના કવર ઉપર “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૩૦/૦૪/૨૦૨૬” એમ અચૂક લખવા, અને ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે અરજદારે ઉકત જણાવેલ સ્થળે સમયસર અચૂક હાજર રહેવા અનુરોધ કરાયો છે.



