મારું ગામ મારાં ન્યુઝ

જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત અને ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે ડાંગમાં ૧૨૦૦ આદિજાતિ લાભાર્થીઓને કીટ-સાયકલનું વિતરણ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત અને ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે ડાંગમાં ૧૨૦૦ આદિજાતિ લાભાર્થીઓને કીટ-સાયકલનું વિતરણ:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લા આહવાના આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમા આજરોજ આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી આહવાની કચેરી દ્વારા ડી-સેગ પુરસ્કૃત કુષિ વૈવિધ્યકરણ યોજના (રવિ ઋતુ) અંતર્ગત ડાંગ જિલ્લાના આદિજાતિ ખેડૂતોને ખાતર-બિયારણ કીટ અને સરસ્વતી વિદ્યા સાધના યોજના અંતર્ગત આદિજાતિ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામીત જણાવ્યું હતું કે, ડાંગના આદિજાતિ ખેડૂત ભાઈઓ-બહેનો પરંપરાગત ખેતીની સાથે આધુનિક અને વૈવિધ્યસભર ખેતી તરફ આગળ વધે તે સમયની માંગ છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, આહવા મારફત સમગ્ર જિલ્લાના ૪૦૦ જેટલા આદિજાતિ ખેડૂતો માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોને ભિંડા, ટામેટા, દૂધી, કાકડી, રીંગણ તેમજ બ્રોકોલી જેવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત શાકભાજીના બિયારણ સાથે સેન્દ્રિય પ્રોમ અને એન.પી.કે. કોન્સોર્ટીયા ખાતરની કીટ આપવામાં આવી છે.

આધુનિક બિયારણ, સેન્દ્રિય ખાતર અને યોગ્ય માર્ગદર્શન થકી ડાંગના આદિજાતિ ખેડૂતોની આવક બમણી કરવી અને ખેતીમાં વૈવિધ્ય લાવવું એ જ કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો મુખ્ય ધ્યેય છે. જેથી પ્રમુખશ્રીએ જિલ્લાના પાત્રતા ધરાવતા તમામ ખેડૂત ભાઈ-બહેનો આ યોજનાનો લાભ લઈ આત્મનિર્ભર બનવાની અપીલ કરી હતી.

તેમજ શાળાનું અંતર દીકરીઓના શિક્ષણમાં ક્યારેય બાધા ન બને તે માટે ધોરણ ૯ ની ૮૦૦ આદિજાતિ દીકરીઓને વિનામૂલ્યે સાયકલ વિતરણ કરવામાં આવી રહી છે. દીકરીઓ સાયકલના સહારે આત્મવિશ્વાસથી શાળાએ પહોંચે અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તે જ સરકારનો સંકલ્પ છે. ત્યારે આ સાયકલ બાળાઓ ઉપયોગ કરે તેવી અપીલ શ્રી રાજેશભાઈ ગામીતે કરી હતી.

આ પ્રસંગે શ્રી વિજયભાઈ પટેલે સંકલ્પ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ડાંગના ખેડૂત પરિવારોની આવક બમણી કરવાનો અને છેવાડાના દરેક માનવી સુધી વિકાસ પહોંચાડવાનો છે. સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે અમલમાં મુકાઈ રહી છે, જેથી દરેક પાત્ર લાભાર્થી સુધી તેના સીધા લાભ પહોંચી શકે. ખેડૂતોને જે કૃષિ કીટ અને સહાય મળે છે તેનો પૂરતો અને યોગ્ય ઉપયોગ કરીને ખેતીની ઉત્પાદકતા વધારવાની છે તેમ તેઓએ જણાવ્યું હતું.

ડાંગ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યની ધરોહર છે, ત્યારે ‘ડાંગનું પાણી ડાંગમાં જ રોકાય’ તેવા જળ સંચયના પ્રયાસોને વેગ આપી ધરતી માતાને હરિયાળી રાખવાની છે. સાથે જ, આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને જમીનની ફળદ્રુપતા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય છે. વિકાસની સાથોસાથ સરકારી મિલકતો અને સમગ્ર ડાંગને સ્વચ્છ-સુંદર રાખવામાં પ્રત્યેક નાગરિક પોતાનું યોગદાન આપે તેમ માટે શ્રી વિજયભાઈ પટેલે લોકોને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના આદિજાતિ લાભાર્થીઓ માટે કુષિ વૈવિધ્યકરણ યોજના (રવિ ઋતુ) અંતર્ગત કુલ ૪૦૦ લાભાર્થી ખેડૂત ખાતેદારોને શાકભાજી બિયારણ અને ખાતર કીટ આપવામાં આવી હતી. ઉપરાંત સરસ્વતી વિદ્યા સાધના યોજના અંતર્ગત કુલ ૮૦૦ આદિજાતિ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમા પ્રાયોજના વહીવટદારશ્રી ડો. મયુર પરમાર, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટ શ્રી સંજય ભગરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है