મારું ગામ મારાં ન્યુઝ

ગંગાપુર ગામ પાસે કરજણ નદી ને મળતી લોકલ ખાડી પર ફિલ્ડ પ્રકારનો માટીનો બંધ બાંધવા અંગે ખેડૂતો સાથે સાંસદ શ્રી.મનસુખ વસાવાની બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

ડેડીયાપાડા તાલુકામાં ગંગાપુર ગામ પાસે કરજણ નદીને મળતી પ્રશાખા લોકલ ખાડી (નાની નદી) પર ફિલ્ડ પ્રકારનો માટીનો બંધ તથા ઓગી પ્રકારનો વેસ્ટ વીયર બાંધવાનું સરકારશ્રી નું ક્ષેત્રીય આયોજન છે,પરંતુ આ આયોજન થી ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર વિસ્તારના ખેડૂતોને સંતોષ નથી, આ વિસ્તારના ખેડૂતોની માંગણી ખાડી (નાની નદી) નો પાણીનો પ્રવાહ જોતા માટીનો બંધ કે વેસ્ટ વિયરના સ્થાને મધ્યમ કક્ષાનો પાકો ડેમ બાંધવાની જરૂર છે, તેમ સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે, અને સ્થાનિક ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે આ સૂચિત યોજના છે, તે ખુબ જ નાની છે, ૧૯૮૮ થી ગંગાપુર ડેમ મોટો બને તેવી માંગણી થતી આવી છે, જેથી ગંગાપુર ગામે મળેલી મિટિંગમાં ખેડૂતોની માંગણી ડેમ મધ્યમ કક્ષાનો બને તથા તેમાં નર્મદાના ડેમનું પાણી નાખવામાં આવે, નર્મદા નદીનું પાણી કણજી વાંદરી, માથાસર ની આસપાસ થી લિફ્ટ કરી અથવા પર્વતમાં બોગદુ પાડીને પીપલોદની ખાડીમાંથી કરજણ નદીમાં નાખી શકાય તેમ છે, આ નર્મદા ડેમનું પાણી કરજણ ડેમ તથા ગંગાપુર ડેમમાં નાખવામાં આવે તો, ડેડીયાપાડા તાલુકાની ખેડૂતોના સિંચાઇ માટેની સમસ્યા કાયમને માટે ઉકેલાઈ તેવું ઉપસ્થિત ખેડૂતોનું માનવું છે, તેથી આ સૂચિત ગંગાપુર ગામ પાસેનો ડેમ વધુ પાણીનો સંગ્રહ થાય તેવો મોટો બનાવવાની માંગણી કરવામાં આવી, તેમજ આજની મીટિંગમાં ગંગાપુર, જામની, કેવડી,કાકરપાડા, કણબીપીઠા, આંબાવાડી, ડાભણ, ખોડાઆંબા, હરીપુરા ગામના ખેડૂતો તથા ડેડીયાપાડા તાલુકાના આગેવાનો, સાંસદ શ્રી.મનસુખ વસાવા, તાલુકા પ્રમુખ માનસિંગભાઈ, જિલ્લા પંચાયત સભ્ય પ્રર્યુષાબેન, ડેડીયાપાડાના વડીલ શ્રી દિવાલભાઈ તથા તાલુકા પંચાયત સભ્ય કરણભાઈ, માધુભાઈ, ગિમ્બાભાઇ તથા ભા.જ.પા.માજી.પ્રમુખ લક્ષ્મણભાઈ, માજી. જિલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ, જામની ગામના સરપંચ શિવરામભાઈ, કનબુડી ગામના સરપંચ પ્રતાપભાઈ, કેવડી ગામના સરપંચ કુંવરજીભાઇ, માજી સરપંચ ગોપાલભાઈ, માજી.મહામંત્રી સુરેન્દ્રભાઈ પંચાલ, જામની ગામના આગેવાન પ્રકાશભાઈ વગેરે હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है