દક્ષિણ ગુજરાતમારું ગામ મારાં ન્યુઝ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે ૧૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું કરાયું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ-ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી-નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે કાર્યરત છે. આજ રોજ તા. ૦૮/૧૨/ર૦ર૦ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા ખાતે ૧૮મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠકનું નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં માન. સંશોધન નિયામકશ્રી, ન.કૃ.યુ., નવસારી, માન. વિસ્તરણ શિક્ષાણ નિયામકશ્રી, ન.કૃ.યુ. નવસારી, નાયબ ખેતી નિયામકશ્રી, તાપી જિલ્લા, આત્મા પ્રોજેકટ ડાયરેકટરશ્રી-તાપી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી-તાપી, નાયબ પશુપાલન નિયામકશ્રી-તાપી, નાબાર્ડ સુરતના એજીએમ, નાયબ બાગાયત નિયામકશ્રી, તાપી જિલ્લા, એપીએમસી વ્યારા તથા કુકરમૂંડાના ચેરમેનશ્રીઓ તથા NGOના પ્રતિનિધિશ્રીઓ અને તાપી જીલ્લાના પ્રગતિશીલ ખેડૂતો તથા ઉદ્યોગસાહસિક બહેનો ઉપસ્થિત રહયાં હતાં.
કાર્યક્રમના અધ્યક્ષ માન. કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલએ જણાવ્યુ હતુ કે કૃષિ યુનિવર્સિટી ખેડૂતો માટેજ કામ કરી રહી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતનાં નાનામાં નાના ખેડૂતો સુધી ખેતી વિષયક તાંત્રીકતાઓ પહોંચે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી અથાગ પ્રયત્નો કરી રહી છે. ડો. પટેલએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વિવિધ ખેડૂત ઉપયોગી કૃષિ વિસ્તરણ પ્રવૃત્તિઓની સરાહના કરી હતી અને ખેડૂતોને કેવીકેનો મહત્તમ લાભ લેવા હાંકલ કરી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. સંશોધન નિયામકશ્રી ડો. એસ. આર. ચૌધરીએ વૈજ્ઞાનિકોની કામગીરીને બીરદાવી માઈક્રો ઈરિગેશનના મહત્વ વિષે સમજાવ્યું હતુ. ડો. સી. કે. ટીંબડીયા માન. વિસ્તરણ શિક્ષાણ નિયામકશ્રી, ન.કૃ.યુ., નવસારીએ સજીવ ખેતીની અગત્યતા સમજાવી આ દિશામાં વધારે કામ કરવા ઉપર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે તાપી જીલ્લામાં સુકી ખેતી કરતાં ખેડૂતો માટે યોગ્ય તાંત્રીકતા અપનાવવા હાંકલ કરી તથા કેવીકે દ્વારા કરવામાં આવેલી કામગીરી બિરદાવી હતી હતી અને જણાવ્યું હતુ કે કેવીકે ICT ટૂલ્સનો સારો ઉપયોગ કરી રહ્યું છે ત્યારે ખેડૂતોએ આનો મહત્તમ લાભ લેવો જોઈએ.
કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડયા એ મહેમાનોને આવકારી ગત વર્ષ દરમ્યાન કેવીકે દ્વારા કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો તથા કેવીકે દ્વારા તાલીમ લિધેલ ખેડૂતોએ જે તે ક્ષેત્રમાં પ્રગતિ કરી છે તેની સફળ વાર્તા રજૂ કરી હતી. ત્યારબાદ કેવીકે ના દરેક વૈજ્ઞાનિકશ્રીઓએ પોતાના વિભાગની કામગીરીનો ચિતાર આપ્યો હતો. બેઠકમાં હાજર પ્રગતિશીલ ખેડૂતોએ કેવીકે દ્વારા આપવામાં આવેલી તાંત્રિકતાઓના પ્રતિભાવો રજૂ કર્યા હતાં. બેઠકના અંતે આવતા વર્ષમાં હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પ્રો.કે.એન.રાણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડો. અર્પિત. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है