મારું ગામ મારાં ન્યુઝ

કાંટીપાડા ગામે લાઇબ્રેરી બનાવી આપવાની વાત કરતાં ગ્રામજનોએ ભાવના વસાવાનો આભાર વ્યક્ત કર્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  સર્જનકુમાર 

કાંટીપાડા ગામે ભરૂચ જિલ્લાના નાયબ માહિતી અધિકારી ભાવના વસાવાનો સન્માન કાર્યક્રમ યોજાયો;

કાંટીપાડા ગામે નવી કેડી કંડારી લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું:

કાંટીપાડા ગામે લાઇબ્રેરી બનાવી આપવાની વાત કરતાં ગ્રામજનોએ ભાવના વસાવાનો આભાર વ્યક્ત કર્યો:

નેત્રંગ તાલુકાના મૂળ કાંટીપાડા ગામના કુમારી ભાવના ચંપકલાલ વસાવા એ માહિતી ખાતા દ્વારા લેવાયેલી સીધી ભરતી અન્વયે જિલ્લા નાયબ માહિતી અધિકારી તરીકે ફરજ પર હાજર થયા હતા. કઠોર પરિશ્રમ અને અપાર મેહનત થી ક્લાસ વન અધિકારી થતાં વસાવા સમાજ સહિત નેત્રંગ તાલુકા અને પંથકભરમાં કાંટીપાડા ગામનું નામ રોશન કર્યું છે. ત્યારે આ ઉજ્જવળ કારકિર્દીને વધાવવા અને અન્ય લોકોને પ્રેરણા મળે એ હેતુથી સરપંચ અને અન્ય ગ્રામજનોના સહિયારા પ્રયાસથી કાંટીપાડા ગામે જિલ્લાના નાયબ માહિતી અધિકારી અને એમના કુટુંબનો સ્વાગત અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગામના સરપંચ , ગામના તમામ પધાધિકારીઓ, અબાલવૃદ્ધ સૌ હાજર રહ્યા હત ગ્રામજનોએ મુખ્ય સ્ટેશન ઉપર જિલ્લા નાયબ માહિતી અધિકારીનું પુષ્પગુચ્છ આપી, ઢોલ નગારા સાથે વાચતે ગાજતે જોરશોર થી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. તે સાથે ગામની પ્રાથમિક શાળા સુધી રેલી કાઢીને લોકોનું અભિવાદન કર્યું હતું. શાળા કક્ષાએ નાનકડા સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ગામનાં લોકોને પ્રેરણા વચન આપી લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ, જિલ્લાના નાયબ માહિતી અધિકારી ભાવના વસાવાનો સન્માન કાર્યક્રમ યોજાતા સમાજમાં ગામનાં લોકોએ નવો ચિલો પાડી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ. આમ, કાંટીપાડા ગામે નવી કેડી કંડારી સમાજના લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है