
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ
આહવા ખાતે વિદેશી મદિરા અને વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે કોંગ્રેસ પાર્ટીએ ચિન્તા વ્યક્ત કરી:
આહવા નગરની સુરક્ષા બાબતે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર અપાયું:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાનું મુખ્યમથક આહવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે. આહવા નગરમાં હાલ બનેલ ચોરીનો બનાવ બાબતે ડાંગ કોંગ્રેસ પાર્ટી દ્વારા સુરક્ષા વ્યવસ્થા બાબતે પ્રશ્રો ઉઠાવવામાં આવી રહ્યા છે. આહવા નગરમાં થોડા સમય પહેલા પોલીસ જવાનના ઘરે બનેલી ચોરીની ઘટના અંગે પણ તપાસ હાથ ધરાઈ છે કે, નહિ તેવા સવાલો હજી સુધી ચોર ન પકડાતાં કોંગ્રેસ પાર્ટીએ ઉઠાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે પોલીસ સ્ટેશન અપગ્રેડ થયા પછી આહવામાં એક PI અને બે PSI, LCB, SOG અને SP કચેરી પણ આહવામાં જ આવેલી છે. જાહેર માર્ગો પર GRD અને હોમગાર્ડના જવાનો સુરક્ષા માટે હરહંમેશ તૈનાત હોય. છતાં આહવા નગરનાં નિવાસીઓ સુરક્ષીત નથી કે નથી તેમનાં ઘર સુરક્ષિત કે, માદક પ્રતિબંધીત વસ્તુઓનુ અંકુશ નથી. જે બાબતે ડાંગ કોંગ્રેસ પાર્ટી દ્વારા ચિંતા વ્યક્ત કરતો આવેદનપત્ર ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકને આપવામાં આવેલ છે.
ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર દ્વારા આહવા નગરમાં ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશમાં લાવવા માટે જણાવવામાં આવ્યું છે. વધુમા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આહવા નગરમાં એવી કોઈ ગલી કે જાહેર માર્ગો કે, જંગલ નથી. જ્યાં જોઈ ત્યાં ખાલી ઈંગ્લીસ દારૂની ખાલી બોટલો નજરે પડે છે. એનો મતલબ કે ડાંગમા દારૂનું ખુબજ વેચાણ થાય છે. તો આ ઈંગ્લીસ દારૂ આહવામાં આવે ક્યાંથી છે. અને કોની મહેરબાનીથી આવે છે.? એ પણ ચર્ચા અને ચિંતાનો વિષય બનવા પામ્યો છે. ગામડાઓમાં વરલી મટકા જુગાર પણ ખુબજ રમાય છે. જેવી ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે. જે બાબતે આવેદનપત્રમા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આહવા નગરના PI, PSI , LCB, SOG અને અન્ય પોલીસ અધિકારીઓ શુ કરી રહ્યા છે.અને આહવામાં જો આવી ઘોર બેદરકારી ચાલતી હોઈ તો એના જવાબદાર પોલીસ અધિકારી કોણ? જેવા સવાલો સાથેનો આવેદનપત્ર આપવામાં આવ્યો છે. અને ગુનાહિત પ્રવૃત્તિઓ અસામાજિક પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવામા આવે. તાત્કાલિક ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી આવેદનપત્ર આપી કરવામાં આવી છે.