ભારત દેશના મુળ માલિક એવા આદિવાસીઓની આગવી સસ્ક્રુતિ અને પરંપરા; જૂની , રૂઢિ, પ્રથા, અસલ રીતી રિવાજ આજે ભુલાતા જઇ રહ્યા ત્યારે આજના આધુનિક યુગમાં અસલ આદિવાસીઓની વેવા (લગ્ન) વરાડ, રીત ની પહેલ કરનાર આદિવાસી નવ યુગલ સેજલ અને તરુણ ને ખુબ ખુબ અભિનંદન અને નમન .. તેેેઓ આજે સોસિયલ
મિડીયામા ખુુુબ થયા વાઇરલ……… ;
અસલ રીતી રિવાજથી લગ્ન કરવાના ફાયદા;
ઓછા ખર્ચ માં પતી જાય, બચેલા પૈસા તમે ઘર બનાવવા કે છોકરાના સારા ભવિષ્ય પાછળ ખર્ચી શકો.
– દેવું કરવા ના પડે, જેથી પાછળથી મગજ પર દેવાનો ભાર ના રહે.
– ભવિષ્યમાં જાતિના પ્રમાણ પત્ર મેળવવા (જે તમને ભણવા, નોકરીમાં, પ્રમોશન અને બીજી આદિજાતિ સહાય યોજના માં કામ આવનાર છે) જેથી એફીનીટી ટેસ્ટ આવે તો પણ તમને તકલીફ ના પડે.
– આપની રૂઢિ, સંસ્કૃતિ ની જાળવણી થાય.
– આદિવાસી, આપણે પોતાને આ દેશના માલિક તો કહીએ છીએ પણ આદિવાસીઓની આગવી સસ્ક્રુતિ અને પરંપરા; જૂની , રૂઢિ, પ્રથા, અસલ રીતી રિવાજ બચશે તો ભવિષ્યમાં ખરા માલિક બની શકીશું. નહિ તો હાલ ની જેમ ફક્ત નામના જ માલિક હોઈશું,
સમાજ વિશે;
આદિવાસી સમાજ માતૃ અને પિતૃ પ્રધાન છે. જેમાં કુટુંબના મહત્વના નિર્ણયો મોટી આયો (દાદીમા) લેતી હોય છે. કુટુંબના ભરણ-પોષણની જવાબદારી પતિ-પત્ની બન્ને જણ ઉપાડતા હોય છે. વડીલોની હાજરી વગર કોઇ રિત રસમ પુરી થતી નથી, સામાન્ય રીતે તેઓ ખેતી અને મરધા,બકરી, પશુપાલન કરે છે. તેમની રીત-રસમો અનોખી હોય છે. આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમ જ ચપળ શરીર માટે જાણીતા છે. ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણીગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે, પરંતુ હજુ પણ મોટા ભાગના અંતરિયાળ તેમ જ દુર્ગમ વિસ્તારોમાં સદીઓથી રહેતા આદિવાસીઓ, સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે. તેેેઓ સરમાળ સ્વભાવના અને વ્યવહારુ, સાફદિલ ના હોય સે, તેઓ ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી, કૂકણા, તડવી, ધોડિયા, ગામિત, વસાવા, ભીલ, નિનામા, રાઠવા, નાયકા, હળપતિ, ડામોર, કટારા, કોટવાળીયા વગેરેનો સમાવેશ થાય છે,