રાજનીતિ

ગુજરાતમાં ભાજપ વાપસી કરશે? AAP અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે લોકોને આકર્ષવાનો પ્રયાસ : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ

ગુજરાતમાં ભાજપ વાપસી કરશે? આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે લોકોને આકર્ષવાનો પ્રયાસ : 

આંતરરાષ્ટ્રીય સ્થરે રૂપિયાનો ગબડતો ભાવ અને ભારતમાં મોઘવારી ના માર વચ્ચે  ભાજપ માટે એક રાહતના સમાચાર આવી રહ્યા છે. કારણ કે, ચૂંટણી પહેલા કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં સત્તાધારી પક્ષને ફરી એકવાર બહુમતી મળતી જોવા મળી રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં તમામ રાજકીય પક્ષો વ્યસ્ત છે. રાજ્યમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ભાજપ તરફથી મેદાનમાં છે, ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન પણ રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન ભાજપ માટે એક રાહતના સમાચાર આવી રહ્યા છે. કારણ કે, ચૂંટણી પહેલા કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં સત્તાધારી પક્ષને ફરી એકવાર બહુમતી મળતી જોવા મળી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને રીઝવવા માટે અનેક બાંહેધરી આપી છે. તેમણે લોકોને નોકરીમાં ભરતી, બેરોજગારી ભથ્થું, મફત વીજળી, પાણી સહિત અનેક વચનો આપ્યા છે, અને ગુજરાતનો વારંવાર પ્રવાસ કરી રહ્યા છે ત્યારે પ્રોગ્રામમાં સ્વયંભુ જોડાયેલી જનમેદની સરકારના આંખોમાં કાંકરી સમાન ખુચી રહી છે, 

2017ની વિધાનસભા  ચૂંટણીમાં ભાજપ પાર્ટીએ 99 બેઠકો પર જીત મેળવી 49.1%  જનાધાર  મેળવ્યો હતો,  કોંગ્રેસના ખાતામાં 77 બેઠકો સાથે 41.4% જનાધાર મેળવવા સફળ રહ્યા હતા . નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) 1 બેઠક કુતિયાણા  કાંધલ જાડેજા અને ૩ અપક્ષ ઉમેદવારો  માં વડગામ બેઠક જિજ્ઞેશ મેવાણી એ કબજે કરી હતી, લુણાવાડા રતનસિંહ રાઠોડ, મોરવા હડફ બેઠક ભુપેન્દ્રસિંહ ખાટ વિજેતા થયા હતા,  મતગણતરી ૧૮ ડિસેમ્બર ૨૦૧૭ના રોજ કરવામાં આવી હતી. કુલ મતોના ૧.૯% મતોએ ‘ઉપરમાંથી કોઇ નહી’ (None of the Above) વિકલ્પ પસંદ કર્યો હતો, જેની સંખ્યા ૫ લાખથી વધુ હતી

વાસ્તવમાં, સી-વોટર દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં ભાજપને 182 બેઠકો ધરાવતા ગુજરાતમાં 47 ટકા મત મળવાની ધારણા છે. બીજી તરફ કોંગ્રેસને 32 ટકા અને આમ આદમી પાર્ટીને 17 ટકા વોટ મળવાનું અનુમાન છે. જો કે આ સર્વે મુજબ આ વખતે ભાજપ અને કોંગ્રેસનો વોટ શેર ઓછો થતો જોવા મળી રહ્યો છે. કારણ, 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49 ટકા વોટ મળ્યા હતા, પરંતુ આ વખતે ઓપિનિયન પોલમાં ભાજપને લગભગ 2 ટકા વોટ ગુમાવવાની આશંકા છે.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટી ને ગત વખતે લગભગ 41 ટકા વોટ મળ્યા હતા, જ્યારે આ વખતે 10 ટકા વોટનું નુકસાન થવાનો અંદાજ છે. સીટોની વાત કરીએ તો ઓપિનિયન પોલના રિજલ્ટ માં  આ વખતે ભાજપને જનાધાર મળી શકે છે. આ વખતે ભાજપના ખાતામાં 135થી 143 સીટો આવી શકે છે. જ્યારે 2017ની ચૂંટણીમાં પાર્ટીએ 99 બેઠકો જીતી હતી. જો કે આ  વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સીટો ગુમાવી શકે છે. અનુમાન મુજબ, પાર્ટીને આ વખતે 36 થી 44 બેઠકો મળી શકે છે, જ્યારે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં 77 બેઠકો આવી હતી. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો પોલમાં 0-2 સીટો મળી શકે છે. બીજી તરફ અન્યના ખાતામાં 0 2 સીટો પણ આવી શકે છે. (શોર્ષ : સી-વોટર દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલ)

બંને મુખ્ય પાર્ટીઓની સાથે આદિવાસીઓની પાર્ટી BTP પોતાની બંને બેઠકો સાચવવામાં સફળ રહશે કે પછી દેડીયાપાડા બેઠકમાં આપમાં જોડાયેલા યુવા નેતાઓ કોઈક પરિવર્તન લાવે તો નવાઈ નહિ..!! રાજનીતિક તજજ્ઞો ની વાત કરીએતો  આમ આદમી પાર્ટીની લહેર ગુજરાતમાં ભાજપના નહિ પણ કોંગ્રેસ પાર્ટીના મતો તોડે તો નવાઈ નહિ ..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રાજ્યમાં અનેક વિકાસ કામો અને  તમામ પ્રોજેક્ટ મળી કુલ ૨૯ હાજર જેટલા કામોની ભેટ આપી હતી. અહીં વડાપ્રધાને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન PMએ ગુજરાતમાં પ્રથમવાર નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. જેનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને રીઝવવા માટે અનેક બાંહેધરી આપી છે. તેમણે લોકોને નોકરીમાં ભરતી, બેરોજગારી ભથ્થું, મફત વીજળી, પાણી સહિત અનેક વચનો આપ્યા છે. આ સાથે કેજરીવાલે દિલ્હી અને પંજાબની તર્જ પર મફત શિક્ષણ અને આરોગ્ય વિષયક સેવાઓ નું વચન પણ આપ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है