દેશ-વિદેશ

તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંગે બેઠક યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંગે બેઠક યોજાઈ:

૧૭૦ મહુવા વિધાનસભા સીટ ઉપર વાલોડના બુહારી ખાતે મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને,૧૭૧ વ્યારા સીટ ઉપર વ્યારાના શ્યામા પ્રસાદ હોલ ખાતે કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને ૧૭૨ નિઝર સીટ ઉપર રૂમકીતલાવ ગામે સામાજીક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના કરાશે.

તાપી જિલ્લામાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ભવ્ય ઉજવણી સાથે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત તેમજ લાભાર્થીઓને સહાય વિતરણ થશે.:- સુશ્રી અંકિતા પરમાર, (પ્રાયોજના વહીવટદાર તાપી)
વ્યારા-તાપી: સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આગામી 9મી ઑગસ્ટે સમગ્ર રાજ્યમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આદિજાતિ વિસ્તારો અન્ય શહેરોની સરખામણીમાં વિકાસના ક્ષેત્રે આગળ વધે તે માટે “વિશ્વ આદિવાસી દિવસ”ની ભવ્ય ઉજવણીની સાથે સાથે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત તેમજ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ થનાર છે એમ પ્રાયોજના વહીવટદાર સુશ્રી અંકિતા પરમારે જણાવ્યું હતું.


સમગ્ર તાપી જિલ્લામાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ભવ્ય ઉજવણી થાય તે માટે વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા આદિજાતિ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તાપી જિલ્લામાં સમાવિષ્ઠ ૧૭૦ મહુવા વિધાનસભા સીટ ઉપર વાલોડના બુહારી ખાતે મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને “વિશ્વ આદિવાસી દિવસ”ની ભવ્ય ઉજવણી કરાશે. ૧૭૧ વિધાનસભા સીટ ઉપર વ્યારા નગરપાલિકાના શ્યામા પ્રસાદ હોલ ખાતે પ્રભારી મંત્રી અને કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને ૧૭૨ નિઝર સીટ ઉપર રૂમકીતલાવ ગામે સામાજીક ન્યાય અધિકારિતા મંત્રીશ્રી પ્રદિપભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીના સુચારુ આયોજન માટે વાલોડ તાલુકા પંચાયતના સભાખંડમાં ૫મી ઓગષ્ટના રોજ પ્રાયોજના વહીવટદાર સુ.શ્રી એ.કે.પરમારના અધ્યક્ષપણા હેઠળ બેઠક યોજાઇ હતી. જેમાં આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે સબંધિત વિભાગના વડાઓને સમય મર્યાદામાં પોતાની કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.
ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી નિમિત્તે માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું.
બેઠકમાં સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, વીજળી, પાણી, આરોગ્ય, વાહન વ્યવહાર,પાર્કિંગ, કાયદો વ્યવસ્થા,ભોજન વ્યવસ્થા,લાભાર્થીઓની યાદી નક્કી કરવી, સ્ટેજ સજાવટ,પૂજા સમગ્રી, સ્વચ્છતા જાળવણી તેમજ પારંપારિક સાંસ્કૃતિક કાર્યક્રમોના સુચારૂ આયોજન સહિત વિવિધ પાસાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, તાપી જિલ્લામાં તમામ સ્થળોએ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી નિમિત્તે કલાકારો, વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર વ્યક્તિઓનું સન્માન, આદિવાસી શૈલીને દર્શાવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી સમાજજીવન આધારિત દસ્તાવેજી ફિલ્મ નિદર્શન કરાશે. તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકિય સહાયપત્રો, સન્માન પત્રો એનાયત કરવામાં આવશે.
વાલોડ ખાતે યોજાયેલ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા,વાલોડ મામલતદારશ્રી જયેશભાઈ પટેલ,બારડોલી મામલતદારશ્રી પ્રતિકભાઈ પટેલ, બારડોલી, વાલોડ, મહુવા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, વાલોડ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ કોંકણી, કૃષિ અને સહકાર ચેરમેન ભૂપેન્દ્રભાઈ ગામીત સહિત અન્ય  અધિકારી/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है