દક્ષિણ ગુજરાત

આહવા ખાતે કલેકટરના નેજા હેઠળ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:

રિપોર્ટ: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા
આહવા ખાતે એન.કે.ડામોરના અદયક્ષપણે  જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ :
ગત તા.૧૦ થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૦ દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કાર્યક્રમ સંદર્ભે, સંબંધિત જિલ્લા અધિકારીઓએ પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેની સરાહના કરતા ડાંગ કલેકટર એન.કે.ડામોરે જિલ્લા અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરશ્રીએ જિલ્લામા આગામી સમયમાં યોજાનારા કાર્યક્રમોમા પણ આવા જ સુચારુ સંકલનની અપેક્ષા વ્યક્ત કરી, આવી રહેલા અનલોક-૫ ના સમયમા જિલ્લાના વિકાસ કામોમાં ગતિ સાથે નિયત સમય મર્યાદામાં, ગુણવત્તા સાથે તમામ કામો પૂર્ણ થાય તેની તકેદારી રાખવા પણ સૂચના આપી હતી.

“કોરોના” ની સ્થિતિ ધ્યાને લેતા સંક્રમણ વધુ ન ફેલાય તે માટે અપડાઉન કરતા કર્મચારીઓ, તેમની ફરજના સ્થળે જ હાજર રહે તે આવશ્યક છે, તેમ જણાવી કલેક્ટરશ્રીએ જિલ્લામાં હેલ્મેટ, સીટ બેલ્ટ, ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનું ફરજીયાત પાલન કરવાની સૌને હિમાયત કરવા સાથે, તમામ સરકારી કચેરીઓના વર્ગ-૪ થી લઈને વર્ગ-૧ સુધીના કર્મચારી, અધિકારીઓ આ બાબતનો યોગ્ય અમલ કરે તે માટે કચેરીના વડા અધિકારીઓને સ્ટાફ મિટિંગ યોજી આ બાબત સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજાએ આ બાબતે સરકારશ્રીની માર્ગદર્શક સુચનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.

દરમિયાન જિલ્લાના દરેક અધિકારી, કર્મચારીઓને તેમના મોબાઈલમાં “આરોગ્ય સેતુ” એપ ફરજિયાતપણે ડાઉનલોડ કરી તે મતલબનું પ્રમાણપત્ર સત્વરે રજૂ કરવાની પણ કલેક્ટરશ્રીએ તાકીદ કરી હતી.

જિલ્લા સેવા સદન ખાતે આયોજિત બેઠકમાં કલેક્ટરશ્રીએ આગામી દિવસો દરમિયાન યોજાનારા કાર્યક્રમો સંદર્ભે સબંધિત વિભાગોને તેમની પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવાની પણ અપીલ કરી હતી.

સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ જેવા કે એ.જી.ઓડિટ ના બાકી પેરાઓનો નિકાલ, બાકી તુમાર, સરકારી લેણાની બાકી વસુલાત, પેંશન કેસ, નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓ, માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અરજીઓ, ગ્રામસભા તથા તાલુકા/જિલ્લાના સ્વાગત કાર્યક્રમોના બાકી પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જુના વાહનો તથા સાધન સામગ્રીનો નિકાલ જેવા મુદ્દે પણ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પડાયું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા તથા નાયબ વન સંવરક્ષકો સર્વશ્રી અગ્નિશ્વર વ્યાસ અને દિનેશ રબારીએ પણ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોરે જિલ્લા અધિકારીઓને “વિકાસ વાટિકા” પુસ્તિકા પ્રકાશિત કરવા માટે જરૂરી વિગતો સત્વરે જિલ્લા માહિતી કચેરીને પહોંચાડવા માટેની સૂચના આપી હતી.

જિલ્લા સંકલન સમિતિની આ બેઠકમાં અધિક કલેકટર કે.જી.ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેરો સર્વશ્રી જે.કે.પટેલ અને ડી.બી.પટેલ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત સહિત જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है