
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સરપંચપદ માટે ગામેગામ રાજકીય ગરમાવો વધવાની શક્યતા, ડાંગ જિલ્લાની ૪૧ પંચાયતોની વોર્ડવાર યાદી જાહેર:
આહવા, વઘઈ અને સુબીર તાલુકાની પંચાયતોમાં નિયમોનુસાર સરપંચ પદની ફેરફાળવણી કરાઈ:
પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ડાંગ જિલ્લામાં ટૂંક સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા સરપંચ પદના અનામત હોદ્દાઓની ફાળવણી પૂર્ણ કરી લેવામાં આવી છે. ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ તેમજ સંબંધિત ચૂંટણી નિયમો અને સુધારાઓ મુજબ આહવા, વઘઈ અને સુબીર તાલુકાની કુલ ૪૧ ગ્રામ પંચાયતો માટે સરપંચ પદનું રોટેશન (વારાફરતી ફાળવણી) નક્કી કરવામાં આવ્યું છે.
આગામી સામાન્ય ચૂંટણી માટે અનુસૂચિત આદિજાતિ (ST) તેમજ મહિલા અનામત સહિતના સરપંચ પદના હોદ્દાઓની ફેરફાળવણી કરવાનો આદેશ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
ગ્રામજનો પોતાની પંચાયતમાં સરપંચ પદ કયા વર્ગ કે મહિલા માટે અનામત છે તેની સ્થિતિ જાણી શકે તે માટે આ ફાળવણીનું વિગતવાર લિસ્ટ સંબંધિત ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી તેમજ જિલ્લાની સત્તાવાર વેબસાઇટ https://dangs.nic.in/# પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સંબંધિત ગ્રામજનોને આ યાદી જોઈ જરૂરી નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, ડાંગ દ્વારા જણાવાયું છે.
તાલુકા મુજબ અનુસૂચિત આદિજાતિ (ST) અને મહિલા સરપંચ પદના અનામત હોદ્દાની ફાળવણી અંગેની યાદી:
(૧) આહવા તાલુકો : અનુસૂચિત આદિજાતિ (ST) મહિલા અનામત : (૧) આહવા (૨) ચૌકયા (૩) ધવલીદોડ (૪) દિવાનટેમ્બ્રુન (૫) ગાઢવી (૬) ધોધલી (૭) માલેગાંવ.
અનુસૂચિત આદિજાતિ (ST) સામાન્ય : (૮) ટાંકલીપાડા (૯) વાસુર્ણા (૧૦) ચનખલ (૧૧) લહાનચર્યા (૧૨) ડોન (૧૩) જાખાના (૧૪) ચીકટીયા.
(૨) વઘઈ તાલુકો: અનુસૂચિત આદિજાતિ (ST) મહિલા અનામત : (૧) ભાલખેત (૨) ભેંડમાળ (૩) ચિકાર (૪) ચિચિનાગાંવઠા (૫) દગડીઆંબા (૬) કોશીમદા (૭) માનમોડી.
અનુસૂચિત આદિજાતિ (ST) સામાન્ય : (૮) સરવર (૯) વઘઈ (૧૦) ઝાવડા (૧૧) નડગચોંડ (૧૨) ચિંચોડ (૧૩) ગોદડીયા (૧૪) ડુંગરડા (૧૫) દગુનિયા.
(૩) સુબીર તાલુકો : અનુસૂચિત આદિજાતિ (ST) મહિલા અનામત : (૧) દહેર (૨) હનવંતપાડા (૩) કાકશાળા (૪) કેશબંધ (૫) માળગા (૬) પીપલાઈદેવી.
અનુસૂચિત આદિજાતિ (ST) સામાન્ય : (૭) શેપુઆંબા (૮) સુબીર (૯) લવચાલી (૧૦) કીરલી (૧૧) મહાલ (૧૨) શિંગાણા.



