દેશ-વિદેશબ્રેકીંગ ન્યુઝ

દેશનાં વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાએ 93 વર્ષની ઉંમરે લીધી કાયમની વિદાય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

કોગ્રેસના દિગ્ગજ અને પીલ્લર સમાન ગણાતા નેતાઓ એક પછી એક લઇ રહયા છે દુખદ વિદાય આજે વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરે નિધન થતાં રાજકારણમાં ગરમાટો:  કોંગ્રેસ પક્ષ પ્રત્યે ની વફાદારી માટે મિશાલ એવા દિગ્ગજ અને ગાંધી પરિવારના ખાસ નેતાની વિદાય. 

નવી દિલ્હી: કોગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે, ખરાબ સ્વાસ્થ્યના કારણે મોતીલાલ વોરાને કાલે રાત્રે એસ્કોર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહત્વનું તો એ છે કે કાલે જ તેમનો જન્મદિવસ હતો, ઘણા લાંબા સમય સુધી કોંગ્રેસનાં કોષાધ્યક્ષ રહેલા મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહી ચૂક્યા છે.

વડાપ્રધાન મોદીજી સહીત રાહુલ ગાંધી, રાજનાથસિંહ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ  સહિત કોંગ્રેસના અન્ય નેતાઓએ મોતીલાલ વોરાના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું,કે વોરાજી એક સાચા કોંગ્રેસી અને અદ્ભૂત માણસ હતા. અમે તેમને ખૂબ જ યાદ કરશું. તેમના પરિવાર અને મિત્રો માટે મારી સંવેદનાઓ: 

વર્ષ 2000 પહેલાં, અહેમદ પટેલ પાર્ટીના ખજાનચી હતા. સીતારામ કેસરીના પાર્ટી અધ્યક્ષ અને સોનિયા ગાંધીના પ્રારંભિક નેતૃત્વના દિવસોમાં તેમણે આ પદ સંભાળ્યું હતું. જોકે, બાદમાં તેમની સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી.

(રાજકારણનો ટુંકો ઈતિહાસ) વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા 14 ફેબ્રુઆરી 1988 ના રોજ રાજ્યસભાના સભ્ય બન્યા હતાં અને કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું પદ સંભાળ્યું હતું, તેઓ 16 મે 1993 ના રોજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બન્યા અને 3 મે 1996 સુધી આ પદ સંભાળ્યું. 1998-99–માં તે 12 મી લોકસભાના સભ્ય બન્યા. મોતીલાલ વોરાને કોંગ્રેસ હાઈકમાન્ડની નજીક માનવામાં આવતા હતા અને વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધીની ઉમેદવારીને ટેકો આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है