દેશ-વિદેશબ્રેકીંગ ન્યુઝ

કેવડિયા હવે દેશનું પ્રથમ ઇલેક્ટ્રીક વ્હીકલ શહેર બનશે અને ભવિષ્યમાં અહીં માત્ર બેટરી આધારિત કાર, બસ અને બાઇક જ ચાલશે;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર

પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાતને લઇને PM નરેન્દ્ર મોદીએ આ મોટી જાહેરાત કરી;

ગુજરાત અને દેશવાસીઓ માટે તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે આંનદના સમાચાર છે કે વડાપ્રધાન મોદીનો આ નવીન પ્રોજેક્ટમા હવે કેવડિયા કોલોની બનશે
દેશની પહેલી પ્રદુષણ મુક્ત ઈલેક્ટ્રોનિક સિટી બનવા જઈ રહી છે. વિશ્વ પર્યાવરણ દિવસે વડા પ્રદાન મોદીએ એક કાર્યક્રમ મા આ પ્રોજેક્ટની જાહેરત કરતા પ્રવાસીઓમા આનંદની લાગણી પ્રસરી છે.

નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવિષ્યમાં કેવડિયાને ઈલેક્ટ્રિક વેહિકલ સીટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં કેવડીયામાં બેટરી સંચાલિત બસો, ટુ વિલર અને ફોર વિલર જ ચાલશે એના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે એમ વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.જોકે હાલ તો SOU, જંગલ સફારી પાર્ક અને આરોગ્ય વનમાં તો પહેલેથીજ ઈ કાર પ્રવાસીઓ માટે મુકવામાં આવી છે, હવે કેવડિયા સીટીમાં પણ ઈ બસ, ઈ બાઈક,થી માંડી તમામ જે વિહિકલ હશે જે પ્રદુષણ મુક્ત મુકવામાં આવશે .

પર્યાવરણ દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં સંબોધનમા તેમણે દેશની પહેલીઈલેક્ટ્રોનિક સિટીનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભવિષ્યની એક યોજના અંગે હું જાણકારી આપવા માંગુ છું. ગુજરાતના ખૂબસુરત શહેર કેવડિયામાં આગામી દિવસોમાં પર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતા વાહનોને જ પ્રાથમિકતા આપવામાં આવશે.

પીએમ મોદીના એલાન પહેલા 2019મા કેન્દ્ર સરકાર તરફથી કેવડિયામાં માત્ર ઈલેક્ટ્રોનિક વાહનોની અવર જવરને મંજૂરી આપવા માટે પ્રાથમિક યોજના તૈયાર કરી દેવાઈ હતી. નેશનલ ટુરિઝમ એડવાઈઝરી કાઉન્સિલના પૂર્વ ચેરમેન અને પૂર્વ પર્યટન મંત્રી જેજે એલફોન્સે તે સમયે કહ્યું હતુ કે,સ્ટેચયુ ઓફ યુનિટી જોવા આવનારા
પર્યટકોની સંખ્યામાં હવે વધારો થશે. આવામાં અહીંયા વર્લ્ડ ક્લાસ ટુરિઝમની સુવિધાઓ ડેવલપ કરવાનું લક્ષ્ય છે.આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાના જન સંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતું કે કેવડિયા કોલોની બનશે દેશની પહેલી પ્રદુષણ મુક્ત ઈલેક્ટ્રોનિક સિટી આવનારા સમયમાં આ શહેરમાં માત્ર બેટરી આધારિત ફોર વ્હીલર અને બસો જ ચાલશે. અર્થાત અહીં દોડતા વાહનો પેટ્રોલ ડિઝલ થી નહીં ચાલે પણ બેટરી થી ચાલશે. અર્થાત અહીં પ્રદુષણ નહીં થાય અને કેવડિયા પ્રદુષણ મુકત
દેશની પ્રથમ ઈલેક્ટ્રોનિક સિટી બનશે જે પ્રવાસીઓ અને દેશવાસીઓ માટે ગૌરવ રૂપ અને આકર્ષણ નું કેન્દ્ર બનશે. ટૂંક સમયમાં આ પ્રોજેટક ઉપર કામ શરૂ થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં સ્થાપિત કરી છે. સાથે સાથે ઇકો ટુરીઝમના વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મુક્યા છે તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે સાથે સાથે સ્થાનિકોને વિવિધ રોજગારી આપવાનું ઉદાહરણરૂપ કાર્ય પણ થયું છે. જેમાં પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે વડાપ્રધાનશની દૂરંદેશી ભરી નીતિ રહી છે. આ દિશામાં વધુ એક અજોડ કદમ ઉઠાવતા, આ વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય તેવા સહિયારા પ્રયાસોનાં ભાગરૂપે બેટરી સંચાલીત વાહનો ચલાવવાનો નિર્ધાર પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિને વ્યક્ત કર્યો છે અને તેને સાકાર કરવા માટે ઉચિત સબસીડી પણ આપવામાં આવશે

વડાપ્રધાનના આ નિર્ણયથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે. આ સમગ્ર યોજના સ્ટેચ્યુ વિસ્તારમાં તબક્કાવાર લાગુ કરાશે અને જાહેર કરાયેલા વિસ્તારમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનો ફેરવી શકાશે. પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાતી બસો પણ ડિઝલના બદલે ઇલેક્ટ્રિક બસો વપરાશે.આ વિસ્તારનાં રહેવાસી પુખ્ત વયના વ્યક્તિને દ્રી-ચક્રી ઇ-વાહન ખરીદવા સહાય આપવામાં આવશે.
દ્વિચક્રી વાહનના લાભાર્થીને GEDA દ્રારા આપવામાં આવતી સહાયતથા ઉચિત સબસીડી આપવામાં આવશે.લાભાર્થીએ આ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલનાં વાહનો ન ચલાવવાની બાંહેધરી આપવાની રહેશે.ઇ-રીક્ષા ચલાવનાર કંપનીએઆ વિસ્તારમાં ઓછામાં ઓછી ૫૦ રીક્ષા પ્રારંભે ચલાવવાની રહેશે.ઇ-રીક્ષા માટે ચાલકની પસંદગીમાં આ વિસ્તારની મહીલાઓ અને હાલના રીક્ષાચાલકોને રોજગારી મળી રહે તે માટે પ્રાધાન્ય આપવામાં આવશે ઇ-રીક્ષા ચલાવનાર કંપનીએ આ માટે સ્માર્ટ મોબાઈલ એપ વિકસાવવાની રહેશે જેમાં વિવિધ પ્રવાસીય સ્થળો અને અંતર અને નિયત ભાડા સહિતનો ઉલ્લેખ હશે. મહિલા ચાલકને કેવડીયા ખાતેનાં સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે વાહન ચલાવવાની વિધિસરની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે. ઇ-વાહનનો મેઇનટેનન્સ વર્કશોપ તથા ચાર્જિંગ સ્ટેશન પણ અત્રે ઊભા કરાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है