દેશ-વિદેશ

કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહનુ કેવડીયા ખાતે ઉષ્માભર્યું સ્વાગત: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહનુ ગુજરાતનાં  કેવડીયા ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

કેવડીયા ખાતે યોજાઈ રહેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

શ્રી રાજનાથસિંહે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી.

રાજપીપલા, શુક્રવાર:- વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ નજીક ટેન્ટ સિટી-૨ ખાતે યોજાયેલી કમ્બાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહ આજે સવારે કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા હતા. જયા નર્મદા જિલ્લા કલેકટરશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદારશ્રી ડી. એ. શાહ, વડોદરા રેન્જના આઇજી શ્રી હરિકૃષ્ણ પટેલ તથા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહે તેમનુ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું.

કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લઈ ઉચ્ચાધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ સૌની સાથે તસવીર પડાવી હતી.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જિલ્લા કલેકટરશ્રી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય વહિવટદારશ્રી ડી. એ. શાહે કેન્દ્રીય રક્ષામંત્રીશ્રી રાજનાથસિંહને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની પ્રતિકૃતિ અને કોફી ટેબલબુક સ્મૃતિચિન્હ રૂપે અર્પણ કરી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है