વિશેષ મુલાકાત

સિક્કિમનાં માનનીય રાજ્યપાલશ્રી ગુજરાતનાં પ્રવાસે, લીધી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

આજે સિક્કિમનાં માનનીય રાજ્યપાલશ્રી ગુજરાતનાં પ્રવાસે, લીધી સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત: પ્રાપ્ત માહિતી અનુસાર એક સમાજનાં કાર્યક્રમમાં ભાગ લેવા ગુજરાત રાજ્ય ખાતે પધાર્યા હતાં.

સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણી શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક – શ્રીમાન ગંગાપ્રસાદ, રાજયપાલશ્રી,સિક્કિમ.

કેવડીયા : વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજે સિક્કિમ રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રીમાન ગંગાપ્રસાદજીએ મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી.

સિક્કિમ રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રીમાન ગંગાપ્રસાદજીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતીમાનાં દર્શન કરીને ભાવાંજલી અર્પી હતી. રાજ્યપાલશ્રીએ અખંડ ભારત બનાવવામાં સરદાર સાહેબે આપેલા યોગદાનને યાદ કરી સરદાર સાહેબનાં જીવન-કવનને પ્રસ્તુત કરતા મ્યુઝીયમ અને દર્શન કક્ષની મુલાકાત લઇ રસપુર્વક નિરીક્ષણ કર્યુ હતુ.

શ્રીમાન, ગંગાપ્રસાદજીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે,આજે મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલજીની ભવ્ય પ્રતિમાને જોવાનો અવસર મળ્યો અને અતિપ્રસન્નતા મળી.આ પ્રતિમાનાં નિર્માણનો વિચારમાં જેઓની મુખ્ય ભૂમિકા રહી છે તેવા માનનીય નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપું છું અને આભાર વ્યકત કરૂં છું. ધરતી પર પોતાની પરિકલ્પનાને સાકાર સ્વરૂપ આપીને સમગ્ર વિશ્વને એક નવી દિશા અને આયામ આપવાનો સાર્થક પ્રયાસ અભિનંદનને પાત્ર તો છે જ ઉપરાંતમાં અનુકરણીય પણ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટિ આપણી શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક પણ છે, પ્રતિમા સાથે જોડાયેલા તમામનો આભાર અને ખુબ ખુબ શુભેચ્છાઓ.

આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનીટીનાં ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્રારા માનનીય રાજ્યપાલશ્રીનું સ્વાગત કરાયું હતું અને તેઓને સરદાર સાહેબનાં જીવન ચરીત્ર સાથે જોડાયેલ પુસ્તક અને સરદાર સાહેબની પ્રતિમાં સ્મૃતિરૂપે અર્પણ કરી હતી. તેમ, અધિક કલેકટરશ્રી, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, કેવડીયા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है