શિક્ષણ-કેરિયર

જવાહર નવોદય વિદ્યાલય બોરખડીમાં ધો. ૦૯ ના પ્રવેશ માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

જવાહર નવોદય વિદ્યાલય બોરખડીમાં ધો. ૦૯ ના પ્રવેશ માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ:

વ્યારા: તાપી જિલ્લામાં બોરખડી સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૯ માટે ખાલી પડેલ બેઠકો માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રવેશ અંગે ઓનલાઈન અરજી ફોર્મ તા.૧૩ સપ્ટેમ્બર-૨૦૨૧થી શરૂ થયેલ છે. ઓનલાઈન અરજી ભરવા માટે www.navodaya.gov.in, www.nvsadmissionclassnine.in પર જવું અથવા જવાહર નવોદય વિદ્યાલય બોરખડીની વેબ સાઈટ www.navodaya.gov.in/nvs/nvs-school/Tapi/en/home પરથી પણ અરજી ભરી શકાશે. ઓનલાઈન અરજી ભરવાની અંતિમ તા. ૩૧ ઓક્ટોબર-૨૦૨૧ છે.
જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.૯ ની પ્રવેશ પરીક્ષાનું આવેદન પત્ર ભરવા માટે વિદ્યાર્થી શૈક્ષણિક વર્ષ 2021-22 માં ધો.૮માં તાપી જિલ્લાની કોઈ પણ સરકારી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ. વિદ્યાર્થીના પ્રવેશ માટે જન્મ તા. ૧લી મે-૨૦૦૬ અને ૩૦ એપ્રિલ-૨૦૧૦ વચ્ચે (બંને દિવસો સહિત, તમામ કેટેગરી માટે) હોવો જોઈએ. પ્રવેશ પરીક્ષા તા.૯, એપ્રિલ-૨૦૨૨ શનિવારના રોજ લેવામાં આવશે. વધુ માહિતી માટે સંસ્થાના ફોન નં. ૦૨૬૨૫-૨૩૩૨૮૦ પર સંપર્ક કરવા સંસ્થાની અખબારી યાદીમાં જણાવાયુ છે.

આ યોજનાનો મુખ્ય  હેતુ ભારતના નાનામાં નાના ગામ સુધી શિક્ષણ પહોચાડવાનો છે માટે, દરેક જિલ્લા પ્રમાણે શાળાના ૭૫% સ્થાન ગ્રામિણ વિદ્યાર્થીઓ માટે સંરક્ષિત રાખવામાં આવે છે. એવો પ્રયત્ન કરવામાં આવે છે કે ૧/૩ ભાગના સ્થાન પર છોકરીઓને પ્રવેશ મળે. આ શાળામાં વિદ્યાર્થી ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરી શકે છે. વિદ્યાર્થીને ભણતર-રહેવા-જમવા થી માંડી શાળાનો ગણવેશ નિ:શુલ્ક પુરો પાડવામાં આવે છે. આ ભણતરનો  સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है