મારું ગામ મારાં ન્યુઝ

માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના બસ સ્ટેન્ડ પાસે બે બાઇક ચાલકો વચ્ચે અકસ્માત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, માંગરોળ કરુણેશભાઈ 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના બસ સ્ટેન્ડ પાસે સાંજના સમયે બે બાઇક ચાલકો વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકોને થઇ ઇજા. (૧)ઝવેરભાઈ ધનાભાઈ અને મીનાક્ષીબેન નવીનભાઈ(રહે.ઓગણીસા ) જેઓ સાંજના સમયે એકટીવા (નં.GJ19 AJ 5740) લઈને વાંકલથી ઓગણીસા તરફ આવી રહ્યા હતાં ત્યારે ઓગણીસાના બસસ્ટેન્ડ નજીક સ્પ્લેન્ડર (નં.GJ19 BB 5525)નાં ચાલક (2)રામુભાઇ જયંતિભાઇ ઍક્ટિવાને અડફેટમાં લેતાં એકટીવાની  પાછળ બેસેલા મિનાક્ષીબેન ફંગોળાઈને રોડ પર પટકાતાં માથાનાં ભાગે ઇજા પહોંચી હતી અને રામુભાઇને પણ ઇજા પહોંચી હતી.ઘટના સ્થળે અનેક લોકો મદદ અર્થે દોડી આવ્યાં હતાં, આ ઘટનાની જાણ ઓગણીસા ગામનાં સરપંચશ્રી સોમાભાઇ ચોધરીને થતાં ઘટનાસ્થળે પહોંચી 108ને ફોન કરી બોલાવીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવારને અર્થે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં.
વધુમાં,ઓગણીસા ગામનાં સરપંચશ્રી સોમાભાઇએ જણાવ્યુ હતું કે અનેક વખત ઉપલી કચેરીમાં માર્ગમાં સ્પીડ અવરોધક મુકવા બાબતેની રજૂઆત કરવામાં આવી છતાં પણ આજદિન સુધી અહીયાં સ્પીડબ્રેકર મૂકવામાં આવ્યા નથી વાર આવી ધટનાઓ સર્જાતી રહે છે. અમારી લોક લાગણીઓને માન આપી જવાબદાર વિભાગ યોગ્ય કાર્યવાહી તાત્કાલિક કરે તેવી લોક માંગણી ઉભી થઇ છે, 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है