વિશેષ મુલાકાત

સોનગઢ ખાતે મંત્રીશ્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં “કિસાન સંન્માન દિવસ” યોજાયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

“સુશાસનના પાંચ વર્ષ” સરકાર જીવન પર્યંત ખેડુતોની પડખે રહેશે: “કિસાન સુર્યોદય યોજના” થકી ગુજરાતનો ખેડૂત કરશે દિવસે કામ અને રાત્રે આરામ:-મંત્રીશ્રી

તાપી જિલ્લાના ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બને તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ કટીબધ્ધ: – કલેકટર એચ.કે.વઢવાણિયા 

સોનગઢમાં મંત્રીશ્રી વિભાવરીબેન દવે તથા વ્યારા ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયાની અધ્યક્ષતામાં “કિસાન સન્ન્માન દિવસ” યોજાયો હતો,

વ્યારા, તાપી : વર્તમાન સરકાર સુશાસનના પાંચ વર્ષના રાજ્યવ્યાપી સેવાયજ્ઞના પાંચમાં દિવસે “કિસાન સન્ન્માન દિવસ” તાપી જિલ્લામાં સોનગઢના અગ્રસેન ભવન ખાતે રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતીમાં યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજ્યભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં વર્તમાન સરકાર કિસાનોની સરકાર છે. આજે ગુજરાતનો કિસાન ઉતરોત્તર પ્રગતિ સાધી રહ્યો છે. રાજ્ય સરકાર જીવન પર્યંત ખેડુતોની પડખે રહી છે. સંવેદશીલ સરકારે ખેડુતો માટે ખેત તૈયાર કરવાથી લઇ વાવણી-લણણી અને બજારમાં પાક પહોચે ત્યાં સુધી આવતી નાની-મોટી તમામ આપત્તિઓને સમજી ખેડુતોના હિતમાં નિતિવિષયક નિર્ણયો લઇ વિવિધ યોજનાનાઓ અમલી બનાવી છે. જેના માધ્યમથી ખેડુતોની મુશ્કેલીઓ હલ થઇ છે. ખેડુતોને સાધન-સહાય, બીજ તૈયાર કરવા, જળસંચય, પાક સંરક્ષણ, ફસલ વિમા, પાક પરીવહન જેવી અનેકવિધ યોજનાઓ અસ્તિત્વમા છે.

વધુમા તેમણે ખેડુતોને પહેલા ફકત રાત્રે વીજ કનેકશન મળતા ઉજાગરા કરી અડધી રાતે ખેતરમાં પાણી આપવા જવુ પડતું જેમાં ક્યારેક જંગલી જાનવર કે અસામાજિક તત્વોનો રહેતો ભય હવે દુર થશે. “કિસાન સુર્યોદય યોજના” થકી હવે ગુજરાતનો ખેડુત નોકરીયાતની જેમ દિવસે ખેતકામ કરી અને રાત્રે આરામ કરશે એમ જણાવતા તાપી જિલ્લામાં આજે ૨૨ ગામોના કુલ ૧૮૦ લાભાર્થીઓને સહાય મળતી થઇ છે. આગામી દિવસોમાં સમગ્ર જિલ્લાને આ યોજન હેઠળ આવરી લેવામાં આવશે.

રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં કોરોના સમયે અર્થતંત્રને ફરીથી ધબકતુ કરવાના ઉમદા આશય સાથે વિવિધ લોન, સાધન-સહાયિત તથા ખાસ કરીને કૃષિ વિકાસ માટે અમલી યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.

           આ પ્રસંગે કલેકટર એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીની દિર્ધદ્રષ્ટિને કારણે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ખેડૂતો માટે આશિર્વાદરૂપ સાબિત થઇ છે ત્યારે આ યોજનાઓના અમલ થકી આપણા ખેડૂતો મૂલ્યવર્ધિત ખેતી કરી સમૃધ્ધ બની દેશના વિકાસમાં આમુલ પરિવર્તન લાવે તે ખુબ જરૂરી છે. જિલ્લામાં અમલી કૃષિ યોજનાઓની જાણકારી આપી તેમણે કિસાન સુર્યોદય યોજના, ‘સાત પગલાં ખેડુત ક્લ્યાણ” અંતર્ગત સાત યોજનાઓ, પી.એમ કિસાન યોજના, ફસલ વિમા યોજના જેવી અનેક ખેડૂતલક્ષી યોજનાઓ રાજ્ય સરકાર દ્વારા અમલમાં છે. આ યોજનાનો લાભ લઇ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી સમગ્ર ખેડૂતવર્ગ આર્થિક રીતે સક્ષમ બને તથા તેમનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે કટીબધ્ધ હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે કોરોનામાં કામગીરી કરતા અવસાન પામેલા વાઝરડા પ્રાથમિક શાળાના શિક્ષક અને સોનગઢ તાલુકાના અગાસવણ ગામના વતની સ્વ.કાંતિભાઇ ગામીતના પત્નિ ઇનાબેન ગામીતને મંત્રીશ્રીના હસ્તે રૂ.૨૫ લાખની સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વ્યારા સ્થિત ડૉ.શ્યામા પ્રસાદ મુખરજી ટાઉન હોલ ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઇ ઢોડિયા અને ડી.ડી.ઓ ડૉ.દિનેશકુમાર કાપડિયાની ઉપસ્થિતીમાં પણ “કિસાન સન્માન દિવસ” યોજાયો હતો. 

 કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના પ્રવચનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હ્સ્તે “કિસાન પરિવહન યોજના”ના વાહનોનું ફ્લેગઓફ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેતીવાડીને વિવિધ યોજાનઓ હેઠળ લાભાર્થીઓને સાધન સહાય, ચેક/કીટસનું વિતરણ કરાયું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતે જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. ડીજીવીસીએલઅના કાર્યપાલ ઇજનેર એન.ડી.ચૌધરીએ આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું.

કાર્યક્રમમા જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવા, માજીમંત્રી કાંતીભાઇ ગામીત, નર્મદ યુનિવર્સિટીના સિન્ડીકેટ મેમ્બર ડૉ.જયરામભાઇ ગામીત, ઉચ્છલ તાલુકા પંચાયત પ્રમુખ યાકુબભાઇ, શિક્ષણ સમિતિના ચેરમેન સરિતાબેન ગામીત, મહિલા મોરચા પ્રમુખ કૈલાશબેન, ખેતીવાડી અને ડીજીવીસીએલ વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત અન્ય મહાનુભવો તથા ખેડૂત લાભાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવી ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है