વિશેષ મુલાકાત

તાપી જિલ્લા સંકલન અને પુરવઠા સમિતિની બેઠક કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

તાપી જિલ્લા સંકલન અને પુરવઠા સમિતિની બેઠક મળી: જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી કેટલાક રચનાત્મક સુચનો કર્યા.

વ્યારા: તાપી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ અને પુરવઠા સમિતીની બેઠક જિલ્લા કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજાઇ હતી.
બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રી વઢવાણીયાએ જણાવ્યું હતું કે, તમામ સરકારી કાગળોનો નિકાલ તેની નોંધણી થયાના 15 દિવસની અંદર થવો જરૂરી છે. સમય મર્યાદા બહારના કાગળોનો તત્કાલ નિયમાનુસાર નિકાલ થાય તેની તકેદારી રાખવા તેમણે ખાસ સૂચવ્યું હતું. તેમણે દરેક વિભાગને આ અંગે ખાસ તકેદારી રાખવા કડક સુચના આપી હતી. વધુમાં કલેક્ટરશ્રીએ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અંતર્ગત આગામી ૪ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ તાપી જિલ્લાના તમામ 605 મતદાન મથકો ઉપર સવારે ૧૦:૦૦ કલાક થી સાંજે ૫:૦૦ કલાક સુધી બૂથ લેવલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહી અરજીઓ સ્વીકારવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જો કોઈ મતદાર ઓનલાઈન ફોર્મ ભરવા માંગે તો Voter Helpline Application મોબાઈલમાં ડાઉનલોડ કરી અરજી કરી શકાશે. આ ઉપરાંત https://voterportal.eci.gov.in/ અને https://www.nvsp.in/ વેબસાઈટ પર જઈ સરળતાથી ફોર્મ ભરી શકાશે એમ ઉમેર્યું હતું.
આ સાથે બેઠકમાં નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલી અરજીઓ, સરકારી નાણાની વસુલાત, એ.જી.ઓડીટ બાકી પેરાની માહિતી, કચેરીમાં આવતા પડતર કાગળોની સ્થિતી, પેન્શન કેસો અંગે વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા.

સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીએ કર્યુ હતું. બેઠકમાં ડી.આર.ડી.એ નિયામકશ્રી અશોક ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી સાગરભાઈ મોવાલિયા, ડીવાયએસપી ચંદ્રસિંહ જાડેજા, પ્રાંત અધિકારી નિઝર જયકુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પાઉલ વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત, પોગ્રામ ઓફિસર તન્વી પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है