વિશેષ મુલાકાત

જિલ્લા કક્ષાના કોમ્યુનીટી લીડર અને પંચાયતી રાજના ચૂંટાયેલા સભ્યો માટે આરોગ્ય વિભાગ દ્વારા વર્કશોપ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

જિલ્લા કક્ષાના કોમ્યુનીટી લીડર અને પંચાયતી રાજના ચૂંટાયેલા સભ્યો માટે આરોગ્ય વિભાગ દ્વારા વર્કશોપ યોજાયો:

વ્યારા: પંચાયતી રાજના સભ્યો આરોગ્ય વિભાગની કામગીરી,  વિવિધ કાર્યક્રમો, યોજનાઓથી માહિતગાર થાય અને ગ્રામ્યકક્ષા સુધી લાભાર્થીઓને લાભ અપાવવામાં મદદગાર થાય તે હેતુસર કોમ્યુનિટી એક્શન ફોર હેલ્થ અંતર્ગત કોમ્યુનિટી લીડર અને પંચાયતી રાજના સભ્યો માટે જીલ્લાકક્ષાએ ઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન જીલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઈ વસાવા, જીલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.ડી.કાપડિયા, જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સમિતિના અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રસંગે જિલ્લા વિકાસ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડિયા દ્વારા ઉપસ્થિત પદાધિકારીશ્રીઓને ગ્રામ્ય કક્ષાએ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતની યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવા, લોકોને મુંઝવતા પ્રશ્નોની સાચી માહિતી દ્વારા જાગૃત કરવા ખાસ અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે આગામી એપ્રિલ-મે માસ દમિયાન ગ્રામ્ય સ્તરે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-પીએમજય કાર્ડ માટે ઝુંબેશરૂપે કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેથી ઉપસ્થિત તમામ લોકો કેમ્પેઇનમા સક્રિય ભાગીદારી નોંધાવી લોકોને મદદગાર બને તે માટે ડી.ડી.ઓશ્રીએ ખાસ આગ્રહ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવાએ તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ અભિયાનોમાં કોવિડ રસીકરણ, નિરામય આરોગ્ય કેમ્પ, એનિમિયા મુક્ત ભારત, માતા અને બાળ મરણમાં ઘટાડો જેવી વિવિધ બાબતો માટે જિલ્લા આરોગ્ય તંત્રની સરાહના કરી હતી.
આ વર્કશોપ હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પાઉલ વસાવાએ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની આરોગ્ય વિભાગનું ભૈતિક માળખુ તથા આરોગ્ય વિભાગ હસ્તક ચાલતી વિવિધ યોજનાઓ જેમાં ક્સ્તુરબા પોષણ અભિયાન, દિકરી યોજના, જનની સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદન યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(મા અમૃતમ) યોજનાના હેતું, સાચા લાભાર્થીની ઓળખ, મળવાપાત્ર સહાય/લાભ/સુવિધા, તથા ગત વર્ષની સિધ્ધિઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
આઇ.સી.ડી.એસના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ દ્વારા રાષ્ટ્રીય પોષણ અભિયાનની વિગતે જાણકારી આપી તાપી જિલ્લામાં હાથ ધરવામા આવેલ વિવિધ ઝુંબેશ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ “ટીબી મુક્ત ભારત” અંગે શપથ લીધા હતા. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है