વિશેષ મુલાકાત

કોરોનામાં ઓક્સિજનની કમી પુરી કરનાર વૃક્ષો જ઼ એકમાત્ર ઉપાય :- નિરંજનભાઈ વસાવા 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જનકુમાર 

કોરોનામાં ઓક્સિજનની કમી પુરી કરનાર વૃક્ષો જ઼ એકમાત્ર ઉપાય :- નિરંજનભાઈ વસાવા 

અમે કુંવરપુરા ગામમાં બે વર્ષ મા 22000 વૃક્ષો વાવ્યા : – કુંવરપરા ગ્રામ પંચાયત સરપંચશ્રી.

 

આગમી 22મી એપ્રિલ પૃથ્વી દિવસ છે. ત્યારે કુંવરપરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લોકોને સંદેશો આપવામાં આવે છે કે એકમાત્ર આપણી પૃથ્વી પર જીવન છે જયા કુદરતે આપણને ભરપૂર મફત ઓક્સિજન આપ્યો છે ત્યારે આજે કોરોના મહામારીમાં લોકો ઓક્સિજનના અભાવે લોકો તરફડી રહ્યા છે આજે દેશભર મા ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે ત્યારે ભરપૂર કુદરતી ઓક્સિજન આપતા કોરોના કાળમા ઓક્સિજનની કમી પુરી કરનાર વૃક્ષો જ઼ એકમાત્ર ઉપાય બચ્યો છે. ત્યારે આજે પૃથ્વી દિવસે આપણે સૌ પૃથ્વી બચાવવા અને ઓક્સિજન વધારવા વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરીએ.

અમે અમારા ગામ કુંવરપુરા ગામમાં બે વર્ષ મા 22000 વૃક્ષો વાવ્યા આજે તે ફુલ્યા ફાલ્યા છે કુંવરપુરા ગ્રામ પંચાયતમાં મારા ગામના વડીલો તેમજ મારા જેવા સાથી મિત્રો ના સહયોગથી અમે સહુ ગ્રામજનો ભેગા મળીને પોણા બે વર્ષ પહેલા વૃક્ષારોપણ અમારી ગૌચર જમીનમાં 22000 વૃક્ષો નુ રોપણ કરેલ હતું જે આજે 15 થી 20ફુટ ઉચા ઝાડ બની ગયા છે. અમારે ત્યાં પાણીનો અભાવ હોવા છતાં અમારા ગામના વડીલો ભાઈઓ બહેનો અને યુવા મિત્રો એ તેમજ ગ્રામજનોએ અને 80થી 100ફુટ નીચે ચેક ડેમ આવેલ છે ત્યાંથી ઘડે ઘડે પાણી ભરી અમે ભર ઉનાળામાં પણ આ વૃક્ષોનું જતન કર્યું. હાલ ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. અસહ્ય તાપ પડી રહ્યો છે એવા સમયમાં અમને અને અમારા સમગ્ર ગ્રામજનો અમે ગર્વ અનુભવી છીએ કે અમારી ગૌચર જમીનમાં આટલા સુંદર મજાના વૃક્ષો અહીંયા લહેરાઈ રહ્યા છે. અને આવનારા દિવસોમાં પશુ પક્ષીઓ જીવજંતુઓ અને અમારા ગ્રામજનો આ નો આનંદ લઇ રહ્યા છે.

આજે સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે અને આ સમયમાં સમગ્ર વિશ્વમાં લોકોને ઓક્સિજનની જરૂર પડી રહી છે એના માટે ઓક્સિજન તેમજ દર્દીઓને વેન્ટિલેટર પર મૂકવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં આપણા દેશમાં પણ આજે ઓક્સિજન બનાવતી કંપનીઓમાં પણ આજે ઓક્સિજન પેશન્ટ સુધી પહોંચાડવા ખૂબ જ તકલીફ અને મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આ પૃથ્વીની રચના કરનાર ભગવાનનો આપણે સહુ ભાઈઓ-બહેનો વડીલોએ ખુબ ખુબ આભાર માનવો જોઈએ કે આપણે રાત દિવસ પશુ પક્ષીઓ પ્રાણીઓ જીવજંતુઓ અને મનુષ્યને આ સૃષ્ટિનું સર્જન કરનાર એવા પ્રભુએ એક એવી રચના કરી હતી કે આજે આપણે આટલા સુંદર વાતાવરણમાં રહે છે અને આપણને આટલું સરસ મજાનું ઓક્સિજન જે કુદરતે બનાવેલી પ્રકૃતિ છે એમાંથી આપણને મળી રહે છે જો આવનારા દિવસોમાં આપણે વૃક્ષોરોપણ નહીં કરીએ તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે. એમને ભવિષ્યમાં ઓક્સિજન માટે ખુબ જ મુશ્કેલીઓ આવવાની છે એના માટે કુંવરપુરા ગ્રામજનો તરફથી આપ સૌને અમારી નમ્ર વિનંતી છે કે આપ પણ આપણા વિસ્તારમાં વૃક્ષારોપણ કરો અને તેનું જતન કરો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है