Uncategorizedદક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

મેડીકલની જરૂરી ડીગ્રી વગર કોરોના મહામારી વચ્ચે જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર નકલી ડોકટરોને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડા I/C વડોદરા રેન્જ, વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચનાઓએ હાલમા ભરૂચ જીલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોકટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવા આપેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ, અંકલેશ્વરનાઓના માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઈ. શ્રી એન.જી.પાંચાણી નેત્રંગ પો.સ્ટે. નાઓની સુચના મુજબ નીચે મુજબ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

નેત્રંગ પોલીસને બાતમીદારથી બાતમી મળેલ કે નેત્રંગ થી માંડવી રોડ ઉપર આવેલ આર્શીવાદ કલીનીકમાં પિયુષભાઇ વિનોદભાઇ સરકાર (શર્મા) નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના પ્રેકટીશ કરે છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા ઉપર સાથેના પોલીસ માણસો તથા પંચો સાથે નીચે મુજબના એક ઈસમ મળી આવેલ મજકુર ઈસમ પાસે ક્લિનિક ચલાવવા અંગેના સરકારશ્રીના નિયમ મુજબના સર્ટીફીકેટ તથા ડોકટરને લગતી ડીગ્રી સર્ટીફીકેટ હોય તો રજુ કરવા જણાવતા મજકુર ઈસમએ ક્લિનિક ચલાવવા અંગેના સર્ટીફીકેટ તથા ડોકટરને લગતી ડીગ્રી સર્ટીફીકેટ રજુ કરેલ ન હોય જેથી તેઓના ક્લિનિકની જડતી તપાસ કરતા અલગ અલગ કંપનીની દવાઓ, ઈન્જેકશનો તથા સાધનો મળી આવતા આઈ.પી.સી. કલમ-૪૧૯,૩૩૬ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ-૩૦ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી:-પિયુષભાઇ વિનોદભાઇ સરકાર (શર્મા) ઉ.વ.૪૪ હાલ રહે.નેત્રંગ જવાહર બજાર, તા.નેત્રંગ, જી.ભરૂચ , મુળ વતન રહે, મુ.પો.ધારવાસુની તા.ગોપાલનગર જી.ઉત્તર ૨૪ પરગણા (પશ્ચિમ બંગાલ).

કબ્જે કરેલ મુદામાલ: COMPOUND SODIUM LACTATE LJECTION IP 500 ML,SODIAM CHLORIDE AND DEXTROSEJECTION IP 500 ML SODIAM CHLORIDE IJECTION IF 100 ML,GAMMA SCAB BENZENE HEXACHLORIDE & CETRIMIDE LOTION 10 ML,CLEAR CHEST, ORANGE 60 MLVOMINIL 30 ML, CEFLOX-CT CREAM 10 Gram,CIPLADINE-LODINE PAWDER,BETNESOL, BETAMETHASONE SODIUM PHOSPHATE INJECTION IP I MLDICLOFENAC SODIUM INJECTION IP I MLMETRONIDAZOLE 400 mg વગેરે મુજબની દવાઓ,ઈન્જેકશનો તથા સાધનો મળી કુલ રૂ. 16,862- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है