વિશેષ મુલાકાતશિક્ષણ-કેરિયર

આવતીકાલે ગામીત ફિલ્મનું ટ્રેલર લોન્ચિંગ કરવાની કરાઈ ઘોષણા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી  કીર્તનકુમાર

ગામીત બોલીમાં તૈયાર થયેલ પ્રથમ ફિલ્મનું પોસ્ટર આજે લોન્ચ કરવામાં આવ્યું: આવતીકાલે ફિલ્મનું ટ્રેલર લોન્ચિંગ કરવાની કરવામાં આવી ઘોષણા:

તાપી જિલ્લાનાં વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ આદિવાસી ગામીત બોલીમાં પ્રથમ ફિલ્મને ગત દિવસોમાં સેન્સર બોર્ડમાં માન્યતા મળી ગઈ હતી હવે ગામીત ફિલ્મની ઘણી જ આતુરતા પૂર્વક રાહ જોવાય રહી હતી.

 આજે “ચારે ઓરે ફિરેલી યાહા મોગી માતા” ફિલ્મની ટીમ દ્વારા ઓફિશ્યિલ પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું અને મળતી માહિતી મુજબ આવતી કાલે સવારે 9:00 કલાકે 13 જેટલી યુ ટ્યુબ ચેનલો પર ટ્રેલર લોન્ચ થવા ની ઘોષણા ફિલ્મનાં ડાયરેક્ટર શ્રીરામચંદ્ર ચૌહાણ અને તેમની ટીમ દ્વારા અમારા ગ્રામીણ ટુડે નાં પત્રકાર કીર્તનકુમાર સાથે ની વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

વધુમાં ડાયરેક્ટર શ્રીરામચંદ્ર ચૌહાણે જણાવ્યું હતું કે 14 જાન્યુઆરી 2021 નાં રોજ ટ્રેલર લોન્ચિંગ થઈ રહયું છે એ ફકત અમારા અને અમારી સમગ્ર ટીમ સાથે આદિવાસી સમાજ પણ રાહ જોઈ રહ્યો છે, તે દિવસ પણ ઘોષણા કરતાં જણાવ્યું હતું કે “ચારે ઓરે ફિરેલી યાહા મોગી માતા” ફિલ્મ આ મહિનામાં 22 જાન્યુઆરી 2021નાં રોજ રિલીઝ થવા જઈ રહી છે,

વધુમાં “ચારે ઓરે ફિરેલી યાહા મોગી માતા” ફિલ્મનાં રાઇટર દિવ્યેશ ગામીતે અમારા પત્રકારને જણાવતા કહયું હતું કે 22 જાન્યુઆરી 2021નાં રોજ સોનગઢ ખાતેનાં સિનેમા હોલ ખાતે રિલીઝ થનાર છે તો આપ સહ પરિવાર આ ફિલ્મ જોવાનું ચૂકશો નહિ, અને એમ અમારી ટીમને પ્રોત્સાહન આપવા વિનંતી કરવામાં આવી હતી.

આવતીકાલે 14 જાન્યુઆરી 2021 નાં રોજ સવારે 9:00 કલાકે 13 જેટલી યુ-ટ્યુબ ચેનલોનાં માધ્યમ પર એકીસાથે ઓનલાઇન ટ્રેલર લોન્ચ થવાનું છે, આથી સમાજનાં યુવાનોમાં જોવાતી ભારે આતુરતા હવે બહુ ઓછા સમયે પુરી થવા જઈ રહી છે. ફરી એકવાર ગ્રામીણ ટુડે ન્યુઝ ની ટીમ તરફ થી “ચારે ઓરે ફિરેલી યાહા મોગી” ફિલ્મની સમગ્ર ટીમ અને આદિવાસી નવોદિત કલાકારોને ખુબ ખુબ અભિનંદન.

લાંબા સમય થી ઉત્સુકતા પૂર્વક રાહ જોવાઈ રહેલ પ્રથમ ગામીત મૂવીનું આજે પોસ્ટર લોન્ચ થયું હતું અને તારીખે 14/01/2021 નાં રોજ નીચે જણાવેલ કુલ 13 જેટલી YouTube ચેનલ પર સવારે 09:00 વાગે ટ્રેલર લોન્ચ થશે એવી અમારા પત્રકાર સાથે વાતચીત કરતાં જણાવવામાં આવ્યું હતું.

#MatoshreeMovies
#DgOfficialTapi
#Gaunvaley
#Chaudharimamba
#Rik’scomedy
#Bloggerbaba
#Brijeshofficialtapi
#Zerovalue
#Sgtapi
#Gjidiots
#Abhaygamit
#Mr.jeenu
#Gamitcomedy

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है