
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ, રામુભાઈ માહલા
સુબીર તાલુકાના બરડીપાડા, વઘઈ તાલુકાના કોસીમદા અને કુશમાળ ના BSNL ટાવર બંધ હાલતમાં..! શું આ ટાવરો ની જવાબદારી કોઈ વિભાગ ની છે કે નહિ ? શું ડાંગ જિલ્લાનો ડિજિટલ ભારતમાં સમાવેશ થશે પણ ખરો..
ડાંગ ની ગરીબ પ્રજા માંડ માંડ રિચાર્જ કરાવે અને બાદમાં ટાવર બંધ હોય, ઇન્ટરનેટ ચાલતું ના હોય તો રિચાર્જ ના રૂપિયા પાણીમાં..!! આમ ડાંગ ની જનતા ને આર્થીક નુકશાન વેઠવાનો વારો….
ડાંગ : બરડીપાડા અને કોશીમદાના ટાવરો તા : 6 થી બંધ છે. કુશમાળ નો ટાવર પણ લાંબા સમય થી બંધ હાલતમાં..? ડાંગ જિલ્લામાં BSNL ના અધિકારીઓની બેદરકારીના કારણે લોકો પરેશાન..! જાણે કે સુવિધાઓ ફ્રી માંજ આપતાં હોય તેમ, અધિકારીઓ ફોન પણ રિસિવ કરતાં નથી..?
બરડીપાડા નો BSNL ટાવર તો ફક્ત શોભાના ગાંઠિયા સમાન..! આજે 5G નો જમાનો પણ, અહીં માત્ર 2G ચાલે છે મોબાઈલમાં વૉટ્સએપ્પ પણ કામ કરતુ નથી યૂટ્યૂબ અને બીજી ઇન્ટરનેટ વેબસાઈટોની તો વાતો કરવી પણ બેકાર છે..! જાણે કે આ BSNL ટાવરો બિનવારસી હોય તેમ જણાઈ રહ્યું છે..!..?
ડાંગ ની ગરીબ પ્રજા માંડ માંડ રિચાર્જ કરે અને ટાવર બંધ હોય, ઇન્ટરનેટ ચાલતું ના હોય તો રિચાર્જ ના રૂપિયા પાણીમાં..?
ડાંગમાં BSNL 5G સુવિધા તો આપીજ ના શકે પણ, 4G તો આપો..! સુવિધા આપવાની તમારી ફરજ છે. ગ્રાહકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરો છો..?, ગરીબ લોકોને લૂંટી રહ્યાં છો..? જો ગ્રાહકો જાગી ગયા તો તમને કોર્ટમાં ઘસડી લઈ જશે..! કારણ કે દર મહિને રિચાર્જ ના પૈસા પાણી માંજ જાય છે.
આમ જનતાને સમજાઈ ગયું છે કે અધિકારીઓ તો ધ્યાન આપતાં જ નથી પણ વોટ લઈને ખુરશીમાં બેસેલા નેતાઓને પણ બિલકુલ પડી નથી..? નેતાઓ ને ચૂંટણીઓ આવે ત્યારેજ આમ જનતા નજરે પડે..?
ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લાનું સરકારી તંત્ર જાગે અને BSNL ના અધિકારીઓ પર એક્ષન લઈ ટાવરો ચાલુ કરવામાં આવે અને 4G ઇન્ટરનેટ સુવિધાઓ કમસે કમ મળવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે.