આરોગ્ય

વિશ્વ રક્તદાન દિવસના ઉજવણીનાં ભાગરૂપે ડાયોસીસ બોર્ડ ઓફ સોસિયલ સર્વિસ ગુજરાત તથા લાયન્સ ક્લબ ઓફ બિલિમોરાના ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

ડાંગમાં  ડાયોસીસ બોર્ડ ઓફ સોસિયલ સર્વિસ ગુજરાત તથા લાયન્સ ક્લબ ઓફ બિલિમોરા ચેરીટેબલ ફાઉન્ડેશનના ઉપક્રમે રક્તદાન શિબિર યોજાયો હતો: 

૪મી જૂન વિશ્વ રક્તદાન દિવસ ના અનુસંધાને ૨૨મી જૂન-૨૦૨૨ના દિને આહવા ખાતે  “રક્તદાન કરો અને જીવન બચાવો” ના સુત્ર સાથે રક્તદાન મહાયજ્ઞ નો કાર્યક્રમ યીજાયો: 

દર  સેકન્ડે કોઈકને ક્યાંક લોહીની જરૂરત પડી જતી  હોય છે, આપણે રક્તદાન કરી જીવનદાન આપનાર બનીએ, કારોના કાળમાં ઉભી થએલી રક્તની આછત બાબતે સમાજમાં  જાગરૂકતા આવે અને આપણે એકબીજા માટે મદદગાર બનીને માનવ જીવન ધન્ય બનાવીએ તે જરૂરી: 


ડાંગ જિલ્લામાં વધુ પ્રમાણમાં લોહીની જરૂર પડે છે,  છેક વલસાડ, બીલીમોરા, સુરત, વ્યારા લોહી લેવા જવું પડે છે ત્યારે ડોનર ની જરૂર પડે છે લાંબુ અંતર કાપી ને રક્ત લેવા જવું પડે છે, રક્તદાન વિશેની જાગરૂકતા નો અભાવ હોવાને લઇ ડાંગ જીલ્લામાં   જેના કારણે બ્લડ  ડોનર ની ખુબજ અછત હોય છે,
ડાંગ જિલ્લાના દર્દીઓ ને  જરૂરતના સમયે રક્ત રાહતમાં મળે એવા પ્રયાસો ના ભાગરૂપે હાલ  ડાયોસીસ બોર્ડ ઓફ સોસિયલ સર્વિસ ગુજરાત તથા લાયન્સ ક્લબ ઓફ બિલિમોરા ચેરીટેબલ ફાઉન્ડેશનના ઉપક્રમે રક્તદાન મહાયજ્ઞ નો કાર્યક્રમ ડાંગ દરબાર હોલ આહવા ખાતે રાખવામાં આવેલ હતો,  જેમાં કુલ  ૪૯ જેટલા યુનિટ બ્લડ  એકત્ર કરવામાં આવેલ  હતું, સમગ્ર કાર્યકર્મ રેવ. ડો. રવિ બીટી, CNI આહવા એરિયા ડીન, DBSS Director સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યો  હતો.
સદર રક્તદાન શિબિર કાર્યક્રમ ના આયોજન માટે આહવા નગરના ઉપસરપંચશ્રી એ તમામ રક્તદાતાઓનો અને ડાયોસીસ બોર્ડ ઓફ સોસિયલ સર્વિસ ગુજરાત તથા લાયન્સ ક્લબ ઓફ બિલિમોરા ચેરીટેબલ ફાઉન્ડેશન નો આભાર માન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है