શિક્ષણ-કેરિયર

શ્રેષ્ટા કાર્યક્રમ અંતર્ગત અનુસુચિત જાતી (SC) નાં વિદ્યાર્થીઓને ધો.૧૧ માં વિના મૂલ્યે પ્રવેશ મેળવવાની તક:

શ્રોત: સર્જન વસાવા, ગ્રામીણ ટુડે ન્યુઝ,નર્મદા

શ્રેષ્ટા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા એસ્પિરેશનલ જીલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અનુસુચિત જાતિ (SC) ના બાળકોને ધોરણ-૧૧ માં પ્રવેશ વર્ષ-૨૦૨૧-૨૨ થી પ્રવેશ મેળવવા માટેની યોજના અમલમાં મુકનાર છે, જે માટે કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ-૧૧ (SC) ના બાળકો માટે રૂા. ૧.૨૫ લાખની મર્યાદામાં શાળાને શિક્ષણ ફી તથા રહેવા તથા જમવા માટેની સુવિધા સાથે ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ આપવામાં આવશે, આ યોજના માટે તમામ પ્રકારની નિવાસી શાળાઓ પસંદ કરવામાં આવેલ છે અને વિના મૂલ્યે પ્રવેશ માટે ધોરણ-૯ અને ધોરણ-૧૦ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. પ્રવેશ પરીક્ષાનું આવેદનપત્ર જીલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, રૂમ નંબર-૧૬, જીલ્લા સેવા સદન, નર્મદા તથા નર્મદા જીલ્લાની માધ્યમિક અને ઉ.મા. શાળાઓ પાસેથી મેળવી શકાશે. આવેદનપત્ર ભરવાની છેલ્લી તા.૧૦/૦૬/૨૦૨૧ (ગુરુવાર) છે. આ આવેદનપત્ર ઉપરોક્ત પૈકી કોઈ પણ કચેરી/શાળામાં જમા કરાવી શકાશે.
સંભવિત પ્રવેશ પરીક્ષાની તા.૧૭/૦૬/૨૦૨૧ (ગુરૂવાર) ના રોજ સરકારી હાઇસ્કૂલ રાજપીપલા ખાતે બપોરે ૧૨:૦૦ કલાકે રાખવામાં આવેલ છે. જેની નોંધ લેવા જીલ્લા શિક્ષણાધિકારીશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી  જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है