શિક્ષણ-કેરિયર

“ધન્વંતરી રથ”ના માધ્યમથી ડાંગ જિલ્લાના પ્રજાજનોને પૂરું પાડવામાં આવી રહ્યું છે “રક્ષા કવચ”

રાજ્ય સરકારના "ધન્વંતરી રથ" છેવાડાના ડાંગ જિલ્લાના પ્રજાજનોને "રોગ પ્રતિકારક શક્તિ" વર્ધક દવાઓ અને "અમૃતપેય" ઉકાળાનાં વિતરણ સાથે આગોતરું રક્ષાકવચ પૂરું પડાયુ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા. પ્રેસનોટ

ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા સરકારી આયુર્વેદ દવાખાના માનમોડી, રંભાસ, બરડીપાડા, ચિંચલી, ગલકુંડ, પાંડવા અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ-આહવા સહિત સરકારી હોમિયોપેથી દવાખાનું-આહવાના માધ્યમથી જિલ્લાના પ્રજાજનોની “રોગ પ્રતિકારક શક્તિ” વધારવા માટે આયુર્વેદની “શમશમની વટી” તથા હોમીઓપેથીની “આર્સેનિક આલ્બ-૩૦” ના મોટાપાયે વિતરણ સાથે આરોગ્યવર્ધક “અમૃતપેય” ઉકાળાનું સેવન કરાવીને તેમને આગોતરું “રક્ષા કવચ” પૂરું પાડવામાં આવી રહ્યું છે. 

સરકારી આયુર્વેદિક હોસ્પીટલના વૈધ (પંચકર્મ) બર્થા પટેલ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, તા.૫મી માર્ચથી શરુ કરાયેલા આ અભિયાન હેઠળ તા.૨૦મી જુલાઈ સુધીમાં જિલ્લામાં ૨૯૨૩ “ઉકાળા કેમ્પ” આયોજિત કરી ૧૩ લાખથી વધુ લાભાર્થીઓને સતત પાંચ દિવસો સુધી લાભાન્વિત કરાયા છે, તો આયુર્વેદની રોગ પ્રતિરોધક ગોળી “શમશમની વટી”ના સાત દિવસના કોર્ષના ૨૬,૦૫૯ પેકેટ્સના વિતરણ કરવા સાથે, ૧,૯૯૧ જેટલા ઉકાળા માટેના “સુકા પાવડર”ના પેકેટસનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર “અમૃતપેય” ઉકાળામાં દશમૂળ કવાથ, પથ્યાદી કવાથ, ત્રીકટુ ચૂર્ણ જેવી ઔષધીઓનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત આહવાના સરકારી હોમીઓપેથી દવાખાના મારફત જિલ્લાના દસ “ધન્વન્તરી રથ”ના માધ્યમથી રોગ પ્રતિરોધક ઔષધી “આર્સેનિક આલ્બ-૩૦”નુ ૧૬,૨૭૮ થી વધુ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખાના કર્મચારીઓ, જિલ્લાની આંગણવાડીઓના વર્કર અને હેલ્પર્સ જેવા પાયાના કર્મચારીઓને પણ “આર્સેનિક આલ્બ-૩૦” નું સુરક્ષા કવચ પૂરું પડાયુ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है