
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દીપદર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવામાં જિલ્લા કક્ષાનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજાયો :
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : દીપદર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે તારીખ ૧૦ ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશકુમાર ત્રિવેદીએ પોતાના વિદ્યાર્થી જીવનના સંસ્મરણો જણાવી, વિદ્યાર્થીઓને સમયનું પાલન કરવા સાથે નિયમિતતા જાળવવા અંગે જણાવ્યું હતું. તેમજ તંદુરસ્ત શરીર અને મનની વિશેની વાત કરી “I CAN DO ANYTHING” નો મંત્ર આપી હાર્ડવર્ક નહીં પરંતુ સ્માર્ટ વર્ક કરવાની પહેલ કરી હતી.
દીપ દર્શન માધ્યમિક શાળા આહવાના આચાર્યાશ્રી સિસ્ટર સુહાસિની પરમારે પણ વિદ્યાર્થીઓને સતત, સખત અને ધ્યેયની પ્રાપ્તિ સુધી મંડ્યા રહેવાની હાંકલ કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ADI શ્રી પ્રજેશભાઈ ટંડેલ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહયા હતાં.