શિક્ષણ-કેરિયર

તાલુકાની દૂધ મંડળીઓને એક હજાર માસ્કનું  વિતરણ:

માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે રાજયનાં વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉમરપાડા તાલુકાની સાદરાપાણી, ખોટારામપુરા, ઉમરખાડી, ગુદીકુવા, ઉમરદા વગેરે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને સાવચેતીનાં ભાગરૂપ અપાય સમજ!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ઉમરપાડા.

ઉમરપાડા તાલુકાની દૂધ મંડળીઓને એક હજાર માસ્કનું  વિતરણ વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું.

સુરત જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે, રાજયનાં સીનીયર વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉમરપાડા તાલુકાની સાદરાપાણી, ખોટારામપુરા, ઉમરખાડી, ગુદીકુવા, ઉમરદા વગેરે દૂધ ઉત્પાદક સહકારી  મંડળીઓને આશરે એક-એક  હજાર જેટલાં માસ્કનું વિતરણ વનમંત્રીનાં હસ્તે કરવામાં આવ્યું છે ,આ કાર્યક્રમમાં સેનીટાઈઝર, સોસીયલ ડીસ્ટનસિંગ એટલે કે  “દો ગજ કિ દુરી” વિશે સમજ આપી હતી સાથે દરેક સભાસદોને જાગરુક કરવાં સલાહ આપી હતી આ કાર્યક્રમમાં   સુમુલડેરીના ઉપપ્રમુખ રીતેશકુમાર વસાવા, સુરત જિલ્લા ભાજપનાં પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, ઉમરપાડા ભાજપના મહામંત્રી  અમિશભાઈ વસાવા, અર્જુનભાઇ વસાવા, સામસિંગભાઇ વસાવા, ચેરમેન, સિંચાઈ સમિતિ, જિલ્લા પંચાયત, સુરતનાં  સામાજિક અગ્રણીઓ  વગેરે હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है