શિક્ષણ-કેરિયર

તાપી જિલ્લાના વ્યારા સ્થિત શિશુ/ વિદ્યાગુર્જરી શાળામાં જન્માષ્ટમીની ઉજવણી : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તન ગામીત 

તાપી જિલ્લાના વ્યારા સ્થિત શિશુ/ વિદ્યાગુર્જરી શાળામાં જન્માષ્ટમીની ઉજવણી : 

 વ્યારા – તાપી:  વ્યારા ખાતે આવેલ શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત શિશુ ગુર્જરી પૂર્વ પ્રાથમિક શાળા તથા વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જન્માષ્ટમી નિમિત્તે ‍`કૃષ્ણ જન્મોત્સવ ‍‍‍‍` તેમજ `દહીંહાંડી`ના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શિશુ ગુર્જરી પુર્વ પ્રાથમિક શાળાના બાળકો માટે રાધા-કૃષ્ણની વેશભૂષા સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં પચાસ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


આ કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી રાકેશભાઇ શાહ, કૌશાંગભાઈ શાહ(USA) તેમજ શ્રીમતી રૂપલબેન શાહ આરાધ્યદેવ શ્રીકૃષ્ણ ભગવાનની આરાધના માટે શાળા પરિવાર સાથે ભક્તિભાવ પૂર્વક જોડાઈને શ્રીકૃષ્ણ ભગવાનની આરતીનો લાહવો પ્રાપ્ત કર્યો હતો. બાળકોને પ્રોત્સાહન મળે તે માટે તેઓ જાંતે જ વેશભૂષા સ્પર્ધાના ઈનામો સાથે શાળામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર એમની ઉમદા ભાવના તથા ઉત્સાહને જોય આભારની લાગણી વ્યક્ત કરી હતી. શ્રીમતી રૂપલ શાહ સ્પર્ધાના અંત સુધી બાળકો સાથે બાળક બનીને ઓત-પ્રોત થઈ ગયા હતા. સ્પર્ધાના અંતે રૂપલબેન શાહના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે શાળાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. કૃષ્ણના ભક્તિભાવના રંગોમાં રંગાય ને કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો.


આ કાર્યક્રમમાં શાળાના સૌ શિક્ષકશ્રીઓનો ઉત્સાહ અને કાર્યકુશળતાના કારણે સફળતાને ઓપ આપી શકાયો હતો. તે બદલ શાળાના સૌ શિક્ષકશ્રીઓને તેમજ ઉત્સાહભેર ભાગ લીધેલ સૌ બાળકોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है