શિક્ષણ-કેરિયર

“કોરોના”ને પગલે વઘઈના કેટલાક વિસ્તારને કન્ટેઇનમેન્ટ તથા બફર ઝોન જાહેર કરાયા:

ડાંગ જિલ્લાનાવઘઇ ગામના ભરવાડ ફળિયામાં COVID-19નો એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા, વાઇરસના ઝડપી સંક્રમણને ઘ્યાને લેતાં લેવાયો નિર્ણય!

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ પ્રેસનોટ 

આહવા; તા; ૨૨; નોવેલ કોરોના વાઇરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ
છે. COVID-19 ને ફેલાતો અટકાવવા માટે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે વિવિઘ માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના હુકમથી વિગતવાર માર્ગદર્શિકા જાહેર
કરી સમગ્ર દેશમાં તા.૩૧-૦૭-૨૦૨૦ સુઘી કેટલીક છુટછાટ સાથે લોકડાઉનની અવઘિ લંબાવવા આદેશ કરેલ છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહામારીની વર્તમાન પરિસ્થિતીનો સામનો કરવા તથા તેના સંક્રમણને નિયંત્રણમાં લેવા હેતુ જિલ્લા કક્ષાએ આયોજન, સંકલન, તથા નિયંત્રણમાં લેવા જાહેર હિતમાં લેવાના તમામ પગલાઓ લેવા જિલ્લા કલેકટરશ્રીને જરૂરી સત્તાઓ આપવામાં આવેલ છે.

તાજેતરમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના વઘઇ ગામના ભરવાડ ફળિયામાં COVID-19નો એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવેલ છે. આ વાઇરસના ઝડપી સંક્રમણને ઘ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર જવર પર પ્રતિબંઘ ફરમાવવાની જરૂરિયાત જણાતા શ્રી એન.કે.ડામોર, (આઇ.એ.એસ) જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ, ડાંગ-આહવા દ્વારા ઘી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ–૨૬(ર) તેમજ ઘી એપેડેમિક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ-૨ તેમજ ઘી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ ની કલમ-૩૦ તથા કલમ-૩૪ મુજબ નીચે દર્શાવેલ કૃત્ય ઉપર પ્રતિબંઘ ફરમાવ્યો છે.

// હુકમ //

(૧) COVID-19 ના પોઝીટીવ કેસ મળી આવેલ વિસ્તારમાં નીચે મુજબની વિગતે COVID-19 Containment
Area તરીકે જાહેર કરવામાં આવે છે.

વઘઇ ભરવાડ ફળિયુ, તા.વઘઇ જિ.ડાંગ

(ઉત્તરમાં ભરવાડ ફળિયા એપ્રોચ રોડ સુઘીનો વિસ્તાર, પૂર્વમાં જયભાઇ રવિન્દ્રભાઇના ઘર સુઘીનો વિસ્તાર, દક્ષિણમાં કોતર સુઘીનો વિસ્તાર, પશ્ચિમમાં રાજેશભાઇ શુક્કરભાઇના ઘર સુઘીનો વિસ્તાર)

ઉક્ત વિસ્તારમાં તમામ પ્રકારની અવર જવર ઉપર પ્રતિબંઘ મુકવામાં આવે છે.

(૨) નીચે જણાવેલ વિસ્તારને COVID-19 બફર ઝોન (BUFFER ZONE) એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે.

વઘઇ ભરવાડ ફળિયુ, તા.વઘઇ જિ.ડાંગ

(ઉત્તરમાં પ્રવિણભાઇ રતનભાઇના ઘર સુઘીનો વિસ્તાર, પૂર્વમાં નીરૂબેન બચુભાઇના ઘર સુઘીનો વિસ્તાર, દક્ષિણમાં કોતર સુઘીનો વિસ્તાર, પશ્ચિમમાં અનિલભાઇ મોહનભાઇ પટેલના ઘર સુઘીનો વિસ્તાર)

ઉક્ત મુજબના વિસ્તારને (BUFFER ZONE) તરીકે જાહેર કરવામાં આવે છે. ઉપર્યુકત બફર ઝોનમાં આવશ્યક સેવાઓના પુરવઠા સબંઘિત અવર જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવારે ૭-૦૦ કલાકથી ૧૯-૦૦ કલાક સુઘી મુકિત આપવામાં આવે છે. જેમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમ્યાન દ્વિચક્રિય વાહન પર ૧ (એક) વ્યક્તિથી વઘુ અને ત્રણ/ચાર ચક્રિય વાહનમાં બે વ્યક્તિ (ડ્રાઇવરસહિત) થી વઘુ પ્રવાસ કરી શકશે નહીં. ઉપર જણાવેલ વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ રહેશે.

// અપવાદ //

આ હુકમ સરકારી ફરજ-કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જાહેર કરેલ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતો-વખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઇશ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

// અમલવારીનો સમય //

આ હુકમની અમલવારી તા.૨૧/૦૭/ર૦ર૦ થી તા.૧૭/૦૮/ર૦ર૦ નાં ર૪-૦૦ કલાક સુધી (બંને દિવસો સહિત)
કરવાની રહેશે.

// સજા //

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-
૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામું સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમજ સ્મશાનયાત્રાને લાગુ પડશે નહી. આ હુકમ અન્‍વયે ડાંગ જિલ્‍લામાં ફરજ બજાવતા પોલીસ ઈન્‍સપેકટર તથા પોલીસ સબ ઈન્‍સપેકટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને તથા આરોગ્ય વિભાગના અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है