બ્રેકીંગ ન્યુઝ

ડાંગ જિલ્લામાં વરસાદે પોરો ખાધો : 41 પૈકી 23 માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા થયા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં વરસાદે પોરો ખાધો : 41 પૈકી 23 માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા થયા

આજ સવારની આઠ વાગ્યાની સ્થિતિએ 18 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ : તંત્રે સાવચેતી રાખવા અપીલ કરી

છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયો 263.33 મી.મી. વરસાદ : રાત્રે આઠ વાગ્યા પછી વરસાદ ઓછો થયો

પ્રદિપ ગાંગુર્ડે, ડાંગ : ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા ભારે વરસાદને પગલે અનેક કોઝવે અને નાના પુલો ઉપરથી પાણી વહેતાં વાહનવ્યવહારને અસર થવા પામી હતી. જેને પગલે ગઈ કાલે સાંજે જિલ્લાના ૪૧ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ થવા પામ્યા હતા.

માર્ગ અને મકાન વિભાગની તા. 24 જુલાઈ, 2026ના સવારે 8:00 વાગ્યાની સ્થિતિ મુજબ આ ૪૧ માર્ગો પૈકી આજ સવારે 8 વાગ્યા સુધી જિલ્લાના 23 માર્ગો ઉપરથી પાણી ઓસરતાં હાલે કુલ 18 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ રહેવા પામ્યા છે.

બંધ કરાયેલા મોટાભાગના માર્ગો વઘઈ તાલુકાના છે, જ્યાં કોઝવે, માઇનોર બ્રિજ અને સ્લેબ ડ્રેન ઉપરથી પાણી ઓવરટોપિંગ થવાને કારણે સુરક્ષાના હેતુસર વાહનવ્યવહાર અટકાવવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારો માટે વૈકલ્પિક માર્ગોની પણ વ્યવસ્થા કરવામાં છે, અને પાણીનું સ્તર ઘટતા માર્ગો પુનઃ શરૂ કરવામાં આવશે.

જિલ્લા કન્ટ્રોલ રૂમના વરસાદના અહેવાલ મુજબ તા. 23 જુલાઈના 24 કલાક દરમિયાન વઘઈ તાલુકામાં 367 મી.મી., આહવામાં 212 મી.મી. અને સુબીરમાં 211 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લાનો સરેરાશ વરસાદ 263.33 મી.મી. નોંધાયો છે.

જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને નદી, નાળા અને કોઝવે પરથી પાણી વહેતું હોય ત્યારે પસાર થવાનો પ્રયાસ ન કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ હવામાન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. માર્ગો અંગેની નવીનતમ માહિતી માટે સંબંધિત વિભાગ તથા જિલ્લા કન્ટ્રોલ રૂમનો સંપર્ક કરવા પણ જણાવાયું છે

ડાંગ જિલ્લાના જે માર્ગો આજ સવારની સ્થિતિએ બંધ રહ્યા છે તેમાં, (૧) ડુંગરડા વી.એ. રોડ, (૨) દોડીપાડા–બરડા રોડ, (૩) વઘઈ–દોડીપાડા–દગડીઆંબા–ભેંડમાળ રોડ, (૪) દોડીપાડા–ચિકાર ફળિયા રોડ, (૫) દગડીઆંબા–બરડા રોડ, (૬) નીચલા ફળિયા–કોયલીપાડા રોડ, (૭) વાંઝટાંબા–કોયલીપાડા રોડ, (૮) ગીરાદાબદર રોડ, (૯) પાઢરમળ–ઉપલા ફળિયા રોડ, (૧૦) ખાતળ ફાટક–ધોડી રોડ, (૧૧) ભેંસકાત્રી મેઇન રોડ–આસરિયા ફળિયા રોડ (જૂનો રોડ), (૧૨) ગોદડિયા–પાંઢરમાળ રોડ, (૧૩) કાલીબેલ–પાંઢરમાળ–વાંકણ રોડ, (૧૪) માછલી–ચીખલા–દિવડયાવન રોડ, (૧૫) સુસરદા વી.એ. રોડ, (૧૭) ઘોડવહળ વી.એ. રોડ, (૧૮) આહેરડી–બોરદહાડ રોડ, અને (૧૮) બાજ મેઇન રોડ–મલીન રોડ નો સમાવેશ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है