બ્રેકીંગ ન્યુઝ

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં પ્રવાસીઓ માટે બનાવેલ વિયરડેમ કેવડિયા અને આસપાસના ગામોના આદિવાસીઓ માટે હાલ ખતરો

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ નર્મદા, સર્જન વસાવા

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ બોટિંગ અને સી પ્લેન ના તયાફા માટે બનાવેલ વિયરડેમ કેવડિયા અને આસપાસના અનેક  ગામોના આદિવાસીઓ માટે હાલ ખતરો ઊભો થવાં પામ્યો  છે… કેવડિયા ગામના નીચલા ફળિયામાં રતનબેન સોમાભાઈ તડવીના ઘરની આજુબાજુ જળ બંબાકાર અને રમણભાઈ ભયજીભાઈ તડવીનું આખું ઘર પાણીમાં ડૂબ્યું:

રાત્રીનાં અંધારામાં ગામનાં જુવાનીયાઓ દ્વારા રેશક્યું કરાયું:

નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પાણી છોડાતા ગતરાત્રી દરમિયાન કેવડિયા ગામના નીચલા ફળિયા ના ઘરોમાં પાણી ભરાય જવા પામ્યાં છે, જેથી ઘરો  તેમજ ઘર વખરી  જીવન જરૂરિયાતનો માલસામાન ને ભારે નુકશાન થયેલ છે, નર્મદા જિલ્લા સરકારી તંત્ર નુકસાન નો સર્વે કરી પીડીતો ને આર્થિક સહાય કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે, અને વિયરડેમ હટાવવાની માંગ કરી છે. વિયરડેમ ને કારણે ઈતિહાસમાં પહેલીવાર ઘરોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ઘણી મોટી હાલાકી નો સામનો કરવાની નોબત આવી પડી છે, કેવડિયા ગામના નીચલા ફળિયામાં રતનબેન સોમાભાઈ તડવી ના ઘરની આજુબાજુ પાણી ભરાય ગયેલ છે, તેમજ રમણભાઈ ભયજીભાઈ તડવી નું આખું ઘર પાણીમાં ડૂબી ગયેલ છે.આ ઘટનાની જાણ થતા ગામના યુવાનો તરત જ ઘટના સ્થળે મદદ માટે  દોડી ગયા હતા, ત્યારબાદ યુવાનો દ્વારા ઘરવખરી, સાધનસામગ્રી ઘરમાંથી સુરક્ષિત જગ્યાએ ભારે જેહમત બાદ ખસેડવામાં આવ્યાં હતાં.

સરદાર  સરોવર ડેમમાં પાણી છોડાતા કેવડિયા અને આસપાસના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખેતરોમાં કરેલ વાવેતરમાં પણ પાણી ભરાતા ઉભા પાકને ઘણું નુકશાન થયેલ છે. ખેડૂતો સરકાર પાસે માંગી રહ્યા છે વાર્ષિક આવક અથવા પાકનાં નુકશાનનાં સર્વે કરીને વળતર ચુકવવામાં આવે, જેથી કારોના મહામારીમાં તેઓને જીવન જીવવા થોડી રાહત મળે!  કેવડિયા ગામ ના યુવાનોની બચાવ કામગીરી સરાહનીય રહી.

બહાર ગામ કે રાજ્યનાં પ્રવાસીઓનાં મનોરંજન  માટે બનાવેલ વિયરડેમને કારણે પહેલીવાર ઘરોમાં પાણી ભરાયા અને  ખેતરો બન્યાં તળાવ, પ્રવાસીઓને મનોરંજન પરંતુ સ્થાનિકોને હાલાકીની નોબત.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है