
શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
ભરૂચ જીલ્લાના વાલિયા તાલુકાના ચોટલીયા ગામમાં શેરડીનો પાક સળગાવી દેવાનો વહેમ રાખી યુવતી સહિત પાંચ વ્યક્તિઓને સરપંચના પરિવારે મારમાર્યો હોવાના ગંભીર આક્ષેપ પીડિત લોકો દ્વારા કરવામાં આવી રહયો છે.
ચોટલીયા ગામમાં સરપંચ પરિવારે શંકા નાં આધારે લોકોને માર માર્યાની ફરિયાદ લેવામાં વાલિયા પોલીસ ની ભૂમિકા શંકાસ્પદ…
ઇજાઓને પગલે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 સેવાની મદદ વડે વાલિયા સામુહિક આરોગ્ય ખાતે ખસેડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
મારા મારીની ફરિયાદ કરવાં ગયેલાં લોકોને પોલીસ સ્ટેશન બહાર પણ ઇજાગ્રસ્ત હોવાં છતાં તેઓને પાછા મારામારતા પોલીસ પણ શકના દાયરામાં આવી ગઈ છે, જો પોલીસ ની ભૂમિકા આવી જ રહશે તો સામાન્ય જનતા ન્યાય માટે ક્યાં જાશે..?
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં પણ આનાકાની કરાતી હોવાના આક્ષેપ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવી રહયો છે, હવે જોવું રહયું કે પોલીસ પોતાની ભૂમિકા ભજવે છે કે પછી જોડ તોડ નું ગણિત લગાવે છે, સમય બતાવશે કે પીડિત પરિવાર ને ન્યાય મળે છે કે પછી ફકત આંટા ફેરા.. જ મારવાનું.
વધુમાં આ બાબતે પીડિત પરિવાર ને ન્યાય નહિ મળે તો સામાજીક સંગઠનનો સંપર્ક સાધવા પણ પીડિતો દ્વારા જાણવાવવામાં આવ્યું હતું.