બ્રેકીંગ ન્યુઝ

ભારે વરસાદના પગલે સમગ્ર તાપી જિલ્લો રેડ ઝોનમાં આવતા તંત્ર એલર્ટ મોડમાં:

કોઝવે ઓવરટોપ થતા રસ્તાઓ ઉપરથી ગામજનો પસાર ના થાય તે માટે જિલ્લામાં કુલ-224 પોલીસ ગાર્ડ, 113 પોલીસ જવાનો અને 37 પોલીસના વાહનો તૈનાત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

“પોલીસની કામગીરી એવી હોય છે કે કોઇ પણ આકસ્મિક વિપત્તીના સંજોગોમાં પોલીસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવે છે”:-પોલીસ જવાન રાહુલ ગામીત

ભારે વરસાદના પગલે સમગ્ર તાપી જિલ્લો રેડ ઝોનમાં આવતા તંત્ર એલર્ટ મોડમાં:

કોઝવે ઓવરટોપ થતા રસ્તાઓ ઉપરથી ગામજનો પસાર ના થાય તે માટે જિલ્લામાં કુલ-224 પોલીસ ગાર્ડ, 113 પોલીસ જવાનો અને 37 પોલીસના વાહનોને તૈનાત કરવામાં આવ્યા:

લાઇન ડિપાર્ટમેન્ટ અને ૬૦૦થી વધુ કર્મચારીઓ જિલ્લા-તાલુકાએ કાર્યરત કંટ્રોલ રૂમ ફરજ બજાવી રહ્યા છે.

વ્યારા-તાપી: રાજયના હવામાન વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાના પગલે જિલ્લાઓના વહિવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા વરસાદના પગલે તંત્ર એકશન મેડમાં કામ કરી રહ્યું છે. જેના પગલે જિલ્લામાં વહીવટીતંત્ર સાબદુ બની ગયું છે.

 તાપી જિલ્લામાં આગાઉના વર્ષોમાં વધારે વરસાદમાં પુલ ઉપરથી પાણી વહેતુ હોય ત્યારે અવર જવર કરતા લોકોએ ઘણી વખત જીવ ગુમાવ્યા છે. આ બનાવોને જોતા તાપી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા વર્ષ-૨૦૧૭ થી આવી પરિસ્થિતીમાં રસ્તો ક્રોસ કરતા રોકવા પોલીસ જવાનોને તૈનાત કરવાની વ્યવસ્થા ગોઠવી છે. આ વર્ષે તાપી જિલ્લામા ૮૯ જેટલા નાના-મોટા રસ્તાઓ અને કોઝવે ઓવરટોપ થવાથી રસ્તાઓ બંધ થયા છે. આ રસ્તાઓ ઉપરથી ગ્રામજનો પસાર ના થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાના સતત માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એસ. પી શ્રી રાહુલ પટેલના સહયોગ સાથે જિલ્લામાં 3 ડીવાયએસપી, 5 પી.આઈ, 11 પી.એસ.આઈ, કુલ-224 પોલીસ ગાર્ડ, 113 પોલીસ જવાનો અને 11 ફોર વ્હીલર, 26 ટુ વ્હીલર પોલીસના વાહનોને તૈનાત કરવામાં આવ્યા છે. અનેક ગામોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અલગ રસ્તાનો ઉપયોગ કરવાનું જણાવી પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે. તેઓની આ કામગીરીમાં લોકો સહકાર આપી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લામાં ૨૪ કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર અને જિલ્લા-તાલુકાએ કાર્યરત કંટ્રોલ રૂમ ખાતે અંદાજિત-૬૦૦ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત લાઇન ડિપાર્ટમેન્ટના અનેક નામી-અનામી કર્મચારીઓ/અધિકારીઓ ઉચ્ચ કક્ષાની કામગીરી કરી રહ્યા છે. 

  વ્યારાના લખાલી ગામ ખાતે પુલ પાસે ડ્યુટી કરતા રાહુલ ગામીતે આ અંગે માહિતી વિભાગ તાપીની ટીમ પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, “પોલીસની કામગીરી એવી હોય છે કે કોઇ પણ આકસ્મિક વિપત્તેના સંજોગોમાં પોલીસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવતી હોય છે. તાપી જિલ્લામાં અનેક પોલીસ જવાનો અને પોલીસ અધિકારીઓ આ રીતે જ ફરજ બજાવી રહ્યા છે. હું પોતે અહીં વ્યારાના લખાલી ગામે પુલ પાસે છેલ્લા બે દિવસથી ડ્યુટી કરી રહ્યો છું. વરસાદનું પાણી વધતા અમે ગ્રામજનોને રસ્તો ક્રોસ કરતા રોકીએ છીએ અને લોકો અમારી વાતની ગંભીરતાને સમજી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है