
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર
“ભાજપ શાષિત” સુરત જીલ્લાના માંડવી તાલુકા પંચાયતમાં થતાં ભષ્ટાચાર મુદ્દે કોંગ્રેસના પ્રતિક ધરણાં કાર્યક્રમ:
તાલુકાના પીપડીયા, ખંજરોલી, ઉમરસાડી, કમલાપોર ગામો ખાતે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ માંથી કામો કર્યા વગર બિલો પાસ કરી રૂપિયા ઉપાડી લેવાયા છે. :- કોંગ્રેસ કાર્યકરો
માંડવી શહેર, તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયતમાં થતાં ભષ્ટાચાર ની વિજિલન્સ દ્વારા તપાસ ની માંગ સાથે તાલુકા પંચાયતના પટાંગણમાં પ્રતિક ધરણાં પર બેસી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકા પંચાયત ભાજપ શાષિત હોય હાલતમાં ભાજપ નો તાલુકા પંચાયત પર કબજો હોય એવાં સંજોગોમાં કમલાપોર, પીપળીયા, ખંજરોલી, જેવા ગામોમાં ભૂતકાળમાં થઈ ગયેલ કામોના બિલો પાસ કરાવ્યાં હોવાનું ધ્યાને આવતા તાલુકા પંચાયત ની કારોબારીમાં વિરોધ નોંધાવ્યો હતો, તેમ છતાં કોઈ તપાસ નહી થતાં આખરે તાલુકા પંચાયતના
પટાંગણમાં આજ સવારે વિરોધ પક્ષના નેતા સહિત તાલુકા પંચાયત માં કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રતિક ધરણાં પર બેસી વિજિલન્સ દ્વારા નિપક્ષ તપાસ હાથ ધરવામાં આવી એવી માંગ ઉઠી હતી અને તાલુકા પંચાયત ના ભાજપ પ્રમુખ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે ( કામ નંબર .૧) પીપરિયા ગામે આંતરિક પેવર બ્લોક નું કામ જીલ્લા પંચાયત ૮૦/૨૦ લોક ભાગીદારી સ્વભંડોળ અને સને ૨૦૨૧/૨૨ તેમજ ( કામ નંબર.૨) પીપરિયા ગામે ગ્રામપંચાયતની ઓફિસ ની બાજુમાં પતરાનો શેડ નું કામ રૂ.૫૦૦૦૦૦/-( અંકે રૂપિયા પાંચ લાખ પૂરા) જીલ્લા પંચાયત ના સદસ્ય ની ગ્રાન્ટ સને વર્ષ ૨૦૨૧/૨૨, તેમજ ( કામ નંબર ૩) ખંજરોલી ગામે દિનેશ ખુશાલના ફળિયા માં પેવર બ્લોક નું કામ જીલ્લા પંચાયત ના સદસ્ય ની ગ્રાન્ટ સને વર્ષ ૨૦૨૧/૨૨, સહિત ( કામ નંબર .૪) ખંજરોલી ગામે પેવર બ્લોક નું કામ ૮૦/૨૦ લોક ભાગીદારી સ્વભંડોળ માંથી સને ૨૦૨૧/૨૨ , તદુપરાંત (કામ નંબર .૫) ઉમરસાડી ગામે સી.સી. રસ્તા નું કામ રૂપિયા.૫૦૦૦૦૦/-( અંકે રૂપિયા પાંચ લાખ પૂરા)૮૦/૨૦ લોક ભાગીદારી સ્વભંડોળ સને ૨૦૨૧/૨૨ અને ( કામ નંબર ૬) કમલાપોર ગામે રાજેન્દ્ર સિંહ ગણપત સિંહના ફળિયામાં પેવર બ્લોક નું કામ રૂ.પ૦૦૦૦૦/- ( અંકે પાંચ લાખ પૂરા) લોક ભાગીદારી ૮૦/૨૦ સ્વભંડોળ સને વર્ષ ૨૦૨૧/૨૨ માં આ તમામ કામો અગાઉ બે વર્ષ પહેલાં સરકાર ની અન્ય યોજના માંથી કામો થઈ ચૂક્યાં છે. તેમ છતાં એ કામો ફરી ચોપડે બતાવી તેનાં રૂપિયા ( પૈસા) ઉપાડી લેવામાં આવ્યા છે. અને પીપરિયા ગામે ગામ પંચાયત ની બાજુમાં પતરાના સેડ નું કામ હાલ કરવામાં આવ્યું નથી અને રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. આવું લેખિત માં રજુઆત કોંગ્રેસ દ્વારા અધિકારી ને કરવામાં આવી છે અને તપાસ હાથ ધરવામાં આવી એવી માંગ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં માંડવી તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા શંકર ચૌધરી, સરસ્વતીબેન જીમી ગામીત, ધીરૂ ચૌધરી, કમલેશ ચૌધરી, નીરૂબેન જોગી, મહામંત્રી મેહુલ સિંહ ખેંગાર, ઈકબાલ કરોડીયા, મકસુદ કાઝી સહિતના કોંગ્રેસ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.