
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૧:
તાપી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શક રીતે ચૂંટણી યોજવા તંત્ર સુસજ્જ.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવી મતદાન થાય તે માટે કુલ-૧૧૦ ઝોનલ ઓફિસર, કુલ-૧૧૦ રૂટ સુપરવાઇઝર, પોલીંગ સ્ટાફ-૩૫૯૯ સહિત કુલ-૧૩૮૨ સુરક્ષાકર્મીઓ ખડે પગે ફરજ બજાવશે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સ્થાનિક તથા જિલ્લા બહારના પોલિસ અધિકારી/કર્મચારીઓનો કડક બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાના પોલીસ અધિક્ષક, ૩ ડીવાયએસપી, ૩ પીઆઇ, ૧૨ પીએસઆઇ, ૭૯૭ એએસઆઇ, ૧૦૬૦ હોમ ગાર્ડ/જીઆરડી અને ૫૬ એસઆરપીએફ સહિત મળી કુલ-૧૯૩૨ સુરક્ષાકર્મીઓ ફરજ બજાવશે.
આ ઉપરાંત આગોતરા આયોજનના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાંથી કુલ-૧૮૯ હથિયારો જમા કરાવી લેવામાં આવ્યા છે. ચૂંટણી પુર્વેના વાતાવરણ અને ચૂંટણી પ્રક્રિયાને અસર કરે તેવા તમામ ઇસમો, માથાભારે શખ્સો, અસામાજિક તત્વો, હિસ્ટ્રીશીટરો, તોફાની તત્વો, લીસ્ટેડ બુટલેગરો જેવા અલગ અલગ હેડ વાઇઝ કુલ-૧૪૪૧ લોકોના અટકાયતી પગલા લેવામાં આવ્યા છે.
આજે તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરપંચના ઉમેદવારી માટે ૭૯૯ અને સભ્ય માટે ૫૨૩૬ મળી કુલ-૬૦૩૫ ઉમેદવારો મેદાનમાં,
જિલ્લાના મતદારોને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ,
વ્યારા: તાપી જિલ્લાની ૨૬૪-ગ્રામ પંચાયતોમાં તાલુકાવાર વ્યારા-૬૩, ડોલવણ-૩૮, વાલોડ-૩૧, સોનગઢ-૭૨, ઉચ્છલ-૨૧, નિઝર-૧૬, કુકરમુંડા-૯ ગ્રામ પંચાયતો આવેલ છે. જેમાં સમરસ થયેલ કુલ-૧૨ પૈકી વ્યારા તાલુકામાં કુલ-૫ ગ્રામ પંચાયતો છીરમા, માલોઠા, દડકવાણ, ચીખલવાવ, સરકુવા અને સોનગઢ તાલુકામાં દુમદા, વાલોડ તાલુકામાં કુલ-૩ પંચાયતો સ્યાદલા, અધ્યાપોર, દેલવાડા, ડોલવણમાં ધંતુરી, નિઝર તાલુકામાં અંતુર્લી જ્યારે કુકરમુંડા તાલુકામાં આષ્ટા તર્ફે બુધાવલ ગ્રામ પંચાયત મળીને કુલ-૧૨ પંચાયતો સમરસ થયેલ. ગ્રામ પંચાયતો બાદ કરતા તાપી જિલ્લામાં કુલ-૨૫૨ ગ્રામ પંચાયતમાં આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે.
તાપી જિલ્લામાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી અનુસાર કુલ વસ્તી ૮,૦૭,૦૨૨ છે. જેમાં પુરુષોની સંખ્યા-૪,૦૨,૧૮૮ જ્યારે સ્ત્રીચઓની સંખ્યા ૪,૦૪,૮૩૪ છે. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની વસ્તીમાં ગ્રામ્ય:૭,૨૭,૫૩૫ અને શહેરી:૭૯,૪૮૭ છે. જિલ્લામાં કુલ ૫,૨૧,૪૮૬ મતદારો છે. જે પૈકી ૧૭૧-વ્યારા મતદાર મંડળમાં ૨,૧૮,૯૦૯ અને ૧૭૨-નિઝર બેઠકમાં ૨,૭૪,૨૦૯ મતદારો પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરશે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ગ્રામ પંચાયતમાં સરપંચના ઉમેદવારી માટે ૭૯૯ અને સભ્ય માટે ૫૨૩૬ મળી કુલ ૬૦૩૫ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા ૬૨૮ સામાન્ય, ૬ પેટા આમ કુલ-૬૩૪ મતદાન મથકો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને ઇંચા. કલેકટર ડી.ડી.કાપડિયાના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે માઇક્રો પ્લાનિંગ સાથે તાલબધ્ધ કામગીરી કરવામાં આવી રહી છે.
તાપી જિલ્લામાં પ્રાંત અધિકારી-વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ હિતેશ જોશી અને ઉચ્છ્લ, નિઝર, કુકરામુંડા પ્રાંત અધિકારી મેહુલ દેસાઇ પોતાની જવાબદારી અદા કરી રહ્યા છે. તમામ તાલુકાઓમાં ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રીઓ ચૂંટણી સંબંધીત તમામ પ્રક્રિયા ઉપર વિશેષ લક્ષ આપીને તાપી જિલ્લાની ચૂંટણી સારી રીતે સંપન્ન થાય તે માટે ખાસ તકેદારી રાખી રહ્યા છે.
આ ઉપરાંત ચુંટણીના અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવી મતદાન થાય તે માટે કુલ-૧૧૦ ઝોનલ ઓફિસર, કુલ-૧૧૦ રૂટ સુપરવાઇઝર, પોલીંગ સ્ટાફ-૩૫૯૯ સહિત કુલ-૧૩૮૨ સુરક્ષાકર્મીઓ ખડે પગે ફરજ બજાવશે.
સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે.