
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
આઝાદીના ૭૪ વર્ષ બાદ પણ રીગાપાદર ગામમાં વિકાસ નથી પહોંચ્યો લ્યો બોલો…ગતિશીલ ગુજરાતમાં લોકોને વીજળી સુદ્વા નસીબ નથી….! ગુજરાતનાં વિકાસ મોડલ ને પોકળ સાબિત કરતુ ગુજરાતનાં નર્મદા જીલ્લામાં આવેલું “રીગાપાદર” ગામ. ફોટોગ્રાફ્સ જોતા લાગે છે કે ફોટો ૨૦મી સદીનો છે, નાં… ગુજરાતમાં આજેપણ એવા ગામો છે જેઓ સરકારનાં વિકાસના તમામ દાવાઓને રદિયો આપે છે,
ન ર્મદા: ડેડીયાપાડા તાલુકાના રીગાપાદર ગામના ભારત દેશના લોકોને જાણે આજ દિન સુધી જન જીવનની અનેક હાડમારીઓ થી આઝાદી નહી મળી હોય તેમ આઝાદીના ૭૪ વરસ પછી પણ પ્રાથમિક સુવિધાઓ જેમ કે રસ્તા, લાઈટ વગર આજે અંધારા ઉલેચી અંધારપટમા અંધકારમય જીવન જીવવા મજબુર બન્યાં છે, આજે દેશ અનેક વિભાગમાં તરક્કી કરી રહ્યો છે, માનવી ચંદ્ર અને મંગળ પર પોહચી ગયો છે તેવાં સંજોગોમાં દેશના આધુનિક યુગકાળમાં સરકાર કે તંત્ર દ્વારા નર્મદા જીલ્લામાં આવેલું “રીગાપાદર” ગામે લાઈટની સુવિધા પણ કરી આપેલ નથી, ગામમાં લાઈટ સુધ્ધાં ન હોવાથી લોકો અંધારપટમા અંધારા ઉલેચી અંધકારમય જીવન પસાર કરી જીવન ગુજારવા લાચાર મજબૂર થઈ પડયાં છે, વિકાસશીલ ગુજરાતની ગાથા ગાતી સરકારનું આ એક રીગાપાદર ગામ એવું છે કે ત્યાંના ગ્રામજનોને અત્યાર સુધી લાઈટ કે લાઈટના તારના થાભલા સુધ્ધાં જોવા મળ્યાં નથી સ્વતંત્ર ભારત દેશના નાગરિકો આઝાદીના ૭૪ વર્ષ બાદ લાઈટ વગર અંધારપટમા અંધારા ઉલેચી અંધકારમય દિવસો પસાર કરી જીવન વ્યથિત કરતા આ ગરીબ આદિવાસીઓની દોઝગણી ભરી દાસ્તાનીના ચિતારનો દુઃખદ દર્દનાક કિસ્સો હૃદય કંપાવી નાખે તેમ છે, રીગાપાદર ગામમા લોકો આજે પણ અંધકારમય જીવન ગુજારી જીવી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમા આવી સામે આવ્યો છે આ ગરીબ આદિવાસીઓની દોઝગણી દાસ્તાની જીદંગીની કહાનીની હકીકત સરકાર તેમજ તંત્રના સિરને ઝુકાવી શરમાવે તેમ છે..
જોવું રહ્યું ગ્રામીણ ટુડે ન્યુઝ ચેનલમાં થયેલ અહેવાલ સરકાર સુધી ક્યારે પોહ્ચે? અને જલ્દીથી વિકાસ નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડા તાલુકામાં આવેલ “રીગાપાદર” ગામમાં પોહ્ચે. વિકાસ તું જ્યાં હોય ત્યાંથી જલ્દી અમારા ગામમાં આવી જા:
આદરણીય વડાપ્રધાનજી નું સ્લોગન અહિયાં મેળ નથી ખાતું સબકા સાથ સબ કા… વિકાસ