બ્રેકીંગ ન્યુઝ

તાપી જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી માટે હથિયાર લઇ જવા તથા સભા સરઘસ પર પ્રતિબંધઃ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લામાં જાહેર શાંતિ અને સલામતી માટે હથિયાર લઇ જવા તથા સભા સરઘસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો; 

વ્યારા,તાપી: આગામી ગણેશોત્સવ દરમિયાન તાપી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી તથા જાહેર સુલેહ શાંતિ અને સલામતીનો માહોલ જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જે.વલવી દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ કોઇ પણ વ્યક્તિએ શસ્ત્રો, દંડા, તલવાર, સોટા, ઘોડા, બંદૂક, છરા, લાકડા કે લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડે તેવા સાધનો સાથે લઇ જવા નહી. કોઇ પણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે રાખવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓનો ફેકવાના કે ધકેલવાના શસ્ત્રો અથવા સાધનો સાથે લઇ જવા, એકઠા કરવા કે તૈયાર કરવા પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. કોઈ રાહદારીઓ કે અન્ય ધર્મના લોકોની લાગણીઓ દુભાય તેવુ કૃત્ય કરવુ નહી કે જેનાથી સુરુચિનો અથવા નીતિનો ભંગ થાય તેવું ભાષણ કરવું નહીં. તેવા હાવભાવ કરવા નહીં તેવી ચેષ્ઠા કરવી નહીં તથા ચિત્રો, પત્રિકા કે પ્લેકાર્ડ અથવા બીજા કોઇ પદાર્થ-વસ્તુ તૈયાર કરવી નહીં અને બતાવવી નહીં. કોઇ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહીં. લોકોને અપમાન કરવાના ઇરાદાથી જાહેરમાં બુમો પાડવી નહીં અને ગીતો ગાવા અને વાદ્ય વગાડવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સક્ષમ અધિકારીની પરવાનગી વગર જાહેસભા અથવા સરઘસનું આયોજન કરી શકાશે નહી.
સરકારી કર્મચારી કે જેને ઉપરી અધિકારીએ સરકારી ફરજ બજાવવા આજ્ઞા આપી હોય, અધિકૃત અધિકારી, કર્મચારી કે પોલીસ અધિકારીને અથવા જેને શારીરિક અશક્તિને કારણે લાકડી, લાઠી લઈ જવાની જરૂરિયાત હોય તેવી વ્યક્તિઓને આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર શખ્સ વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, જેની તાપી જીલ્લાની જનતાએ નોધ લેવી,  આ હુકમ આગામી તા.૨૦/૦૯/૨૦૧ સુધી અમલી રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है