
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
ચુનીલાલ ચૌધરી , વલસાડ: ગતરોજ કપરાડા તાલુકાના ઘોટણ ગામની પ્રાથમિક શાળામાં તા:28/02/2024 ના બુધવારના રોજ ‘ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ‘ ની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે કે ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રામને 28 ફેબ્રુઆરી 1928 ના દિને રામન ઇફેક્ટની શોધ કરી હતી, તેમના સન્માનમાં અને સ્મૃતિમાં દર વર્ષે દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. તેના અનુસંધાનમાં ઘોંટણ પ્રાથમિક શાળા. સી.આર.સી. દિક્ષલ, તા: કપરાડા, જિ: વલસાડમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ભૌતિકશાસ્ત્રી સી.વી. રામન પ્રકાશ ક્ષેત્રે તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ નોબેલ પુરસ્કાર એનાયત કરાયો હતો. વિજ્ઞાનક્ષેત્ર માટે નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય છે.
ભારત રત્ન સી. વી. રામને પ્રકાશ વિકિરણના ક્ષેત્રે અતુલ્ય યોગદાન આપ્યું. જેમાં થીયરી આપી કે જ્યારે પ્રકાશ પારદર્શક સામગ્રીમાંથી પસાર થાય છે, ત્યારે તે સમય દરમિયાન પ્રકાશની તરંગ લંબાઇ બદલાય છે. આ શોધને રામન ઇફેક્ટ નામ અપાયું છે. સર સી.વી. રામને પ્રકાશ ક્ષેત્રે તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ વર્ષ 1930માં નોબલ પુરસ્કાર એનાયત કરાયો હતો. વિજ્ઞાનના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર તે એકમાત્ર ભારતીય છે. તેઓની થીયરી ના ઉપયોગ થી આજેપણ દેશ-વિદેશ માં વેજ્ઞાનિકો અનેક સશોધન કાર્ય કરે છે,
તેમને રામન ઈફેક્ટ માટે 1954માં સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યાં હતાં. 1970માં 82 વર્ષની વયે સી.વી. રામનનું અવસાન થયું હતું.
આજના ઝડપી યુગમાં વિજ્ઞાન થકી માનવીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓ વધુ રસરુચિ ધરાવે તથા નવીન બાબતો જાણે તે હેતુસર અમારી ઘોટણ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજણીનું આયોજન કરવામાં આવ્યું હતુ. શાળાના આચાર્યશ્રી મનેશભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં ડૉ. એ. પી. જે.અબ્દુલ કલામ, ડૉ.વિક્રમ સારાભાઈ , હોમીભાભા, જગદીશચંદ્ર બોઝ, સર આઇઝેક ન્યુટન, આઈન્સ્ટાઈન, ગેલેલિયો, ડૉ. સી.વી.રામન જેવા વૈજ્ઞાનિકોની છબી પ્રદર્શન તથા તેમની શોધો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રયોગો બતાવી સમજ આપી હતી. ત્યાર બાદ વિજ્ઞાનના વિવિધ સાધનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમ ના આયોજન દ્વારા શાળાનાં દરેક બાળમુખ પર જિજ્ઞાસાવૃત્તિ દેખાઈ આવતી હતી. આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારના શિક્ષકો તરુણભાઈ, નિકેતાબેન, દર્શનાબેન, શીતલબેન, અંજલીબેન, નિર્મલભાઈ અને મોતીરામભાઈએ ભારે જેહમત ઉઠાવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.