બ્રેકીંગ ન્યુઝ

ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત સૂરત શહેર અને જિલ્લામાંની તમામ સરકારી કચેરીઓ રેકર્ડ વર્ગીકરણ, સાફ સફાઈ અભિયાન હાથ ધરાશે :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત ફતેહ બેલીમ 

ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન સૂરત શહેર અને જિલ્લામાંની તમામ સરકારી કચેરીઓ રેકર્ડ વર્ગીકરણ, ટાંકી ચોખ્ખી કરવી સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે

સુરત :  સુરત શહેર અને જિલ્લા માં આગામી તા.૬/૧૦/૨૦૨૨ થી ૧૯/૧૦/૨૦૨૨ સુધી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જીલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને નહેરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્વચ્છતા અભિયાન હેઠળ સાફ સફાઈ ઉપરાંત સિંગલ પ્લાસ્ટિક એકત્ર કરવું, ગ્રામ સફાઇ, પ્રતિમાઓને સ્વચ્છ કરવી, અમૃત સરોવરોને સુંદર બનાવવા, રેલ્વે સ્ટેશન, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ,જાહેર જનતા ની અવરજવર વાળા મહત્વ માં કેન્દ્રો ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે આજે કલેકટર શ્રી કચેરી ખાતે અધિક કલેકટર શ્રી યોગરાજ સિંહ ઝાલા એ જણાવ્યું હતું કે સૂરત અને જીલ્લા ભરની તમામ સરકારી કચેરીઓ દ્વારા કચેરી નું રેકર્ડ નું વર્ગીકરણ કરવું, પાણીની ટાંકી ચોખ્ખી કરવી, કલોરીનેશન કરવું અને ઓફિસની સાફ સફાઈ કરી એક કર્મયોગીની ભાવના ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો.

અધિક કલેકટરશ્રી યોગરાજસિંહ ઝાલાએ જીલ્લાની તમામ સરકારી કચેરીઓને નહેરુ યુવા કેન્દ્રના કાર્યકર્તાને સહયોગ આપવા અને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા પણ અનુરોધ કર્યો હતો.આ અભિયાનમાં સરકારી કચેરીઓ અને મનપાની ઝોનલ કચેરી દ્વારા પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. જીલ્લામાં ૫૫ પી.એચ.સી. અને ૧૩ સી. એચ. સી. સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે,

નહેરુ યુવા કેન્દ્ર ભારત સરકાર દ્વારા સૂરત જીલ્લા અને શહેરની સરકારી, ભારત સરકારની કચેરીઓની સ્વચ્છતા અભિયાન માટે તારીખ વાર આયોજન ગોઠવ્યું છે અને એ મુજબ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. આજે યોજાયેલી બેઠકમાં સંયોજકશ્રી નહેરુ યુવા કેન્દ્ર સૂરત, જીલ્લા આરોગ્ય અધિકારી સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है