દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

રાજપીપળા ખાતે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

નર્મદામાં એકમાત્ર HIV તરીકે જાહેર થયેલા વ્યક્તિ સહિત આ ક્ષેત્રમાં યોગદાન આપનારાઓનું સન્માન કરાયું:

 રાજપીપળા : ૧ લી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં એઇડ્સ દિન તરીકે મનાવવામાં આવે છે, ત્યારે રાજપીપળા ખાતે આ દિવસે ઈન્ડીયન રેડકોસ સોસાયટી બ્લડ બેન્ક દ્વારા કાર્યક્રમ યોજાયો, જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક ના ચેરમેન એન.બી.મહીડા, બ્લોક હેલ્થ ઓફિસર ડો.સુમન, ડો.જીગીષાબેન ભોયા, વિજ્ઞાન લેખક દિપકભાઇ જગતાપ, આઈસિટીસી રાજપીપળાના કાઉન્સિલર સંદીપભાઈ પટેલ, આઇસીટીસી ડેડીયાપાડાના નિલેશભાઈ ગામીત વિહાણ પ્રોજેકટના ORW ગીતાબેન પટેલ સહિત રેડક્રોસ ટિમ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં દરેક મહનુભવોએ HIV બાબતે પોત પોતાના મંતવ્યો રજુ કર્યા હતા, જ્યારે આ ક્ષેત્રમાં યોગદાન આપનારાઓનું પ્રમાણપત્ર આપી સન્માન પણ કરવામાં આવ્યું, જેમાં HIV એઈડ્સ પીડિતો અને સમલિંગો માટે દેશ અને વિશ્વમાં સારી કામગીરી કરનારા રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહ ઉપરાંત નર્મદા જિલ્લામાં પ્રથમ HIV તરીકે જાહેર થનાર ભરતભાઈ શાહ તેમજ એઈડસં અંગે વિજ્ઞાન લેખો લખનાર વિજ્ઞાન લેખક દીપકભાઈ જગતાપ, ગુંજનભાઈ મલાવીયા, સંદીપભાઈ પટેલ સહિતનાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 ભરત શાહે આ તબક્કે દરેક સમાજના લોકોને મેસેજ આપતા જણાવ્યું કે HIV પીડિતો સાથે ભેદભાવ ન રાખી એક આમ વ્યક્તિ જેવુજ વર્તન કરીને તેને હિંમત આપી લાબું જીવન જીવવા પ્રેરણા આપવી જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है